Advertisement
Author: નોબત સમાચાર

સુરજકરાડીમાં ગંજીપાનાથી જુગાર રમતા બે મહિલા સહિત પાંચ પકડાયાઃ ૪૮ હજારનો મુદ્દામાલ

અન્ય ૫ દરોડામાં ૧૯ પકડાયા, ૧ શખ્સ ફરારઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: મીઠાપુર નજીકના સુરજકરાડીમાંથી બે મહિલા સહિત પાંચ તીનપત્તી રમતા ઝડપાયા છે. પીરલાખાસરમાં જુગાર રમતા ત્રણ મળી આવ્યા છે. એક નાસી ગયો છે. ભોપલકા, ભાણવડ, ખંભાળિયા તથા કંચનપુરમાં જુગારના ચાર દરોડામાં ૧૬ શખ્સ મળી આવ્યા છે. બે શખ્સ એકીબેકી બોલતા પકડાયા છે.

દ્વારકાના રૂપેણ બંદરમાં દાતારી ચોક પાસેથી નૌશાદ કાબીલ ઈસબાણી અને મહેશ માધુભાઈ ચુડાસમા નામના બે શખ્સ એકીબેકી બોલી જુગાર રમતા ઝડપાયા છે.

ખંભાળિયાના રાવલ પાડામાંથી તીનપત્તી રમતા સુનિલ જયંતિભાઈ સોઢા, અમિત જયંતિભાઈ સોઢા, રોહિત જયંતિભાઈ સોઢા નામના ત્રણ શખ્સ પકડાયા છે. પટમાંથી રૂ।.૬૧૫૦ કબજે કરાયા છે.

ખંભાળિયામાં કંચનપુર જીઆઈડીસીમાં ગંજીપાના કૂટતા રૂખડભાઈ પ્રેમજીભાઈ ડાભી, સંજય તરશીભાઈ બારીયા નામના બે શખ્સ રૂ।.૮૧૦ સાથે પકડાયા છે.

મીઠાપુરના સુરજકરાડી પાસે ઉદ્યોગનગરમાંથી સલીમ ઈશાક ચંગડા, દિલીપ પેથાભાઈ ચાનપા, એલીયાશ આમદભાઈ સીદી, સુંદરબેન રાજેશભાઈ બઠીયા, નસીમબેન ભરતભાઈ પાબારી નામના પાંચ વ્યક્તિ જુગાર રમતા મળી આવ્યા છે. રૂ।.૧૨૫૦૦ રોકડા, ત્રણ મોબાઈલ, એક બાઈક કબજે કરાયા છે.

ભાણવડમાં ગંજીપાનાથી જુગાર રમતા કરણ હરેશભાઈ સોલંકી, શૈલેષ મગનભાઈ પરમાર, નટુભાઈ કમાભાઈ સોલંકી, ઉદય પ્રફુલભાઈ સોલંકી નામના ચાર શખ્સ રૂ।. ૧૦,૪૫૦ સાથે ઝડપાયા છે.

કલ્યાણપુરના ભોપલકામાં તીનપત્તી રમતા મનહરસિંહ મંગળસિંહ જાડેજા, ચતુરસિંહ બાલુભા જાડેજા, વેલુભા હરીસિંહ જાડેજા, ભરત રામશીભાઈ વરવારીયા તથા ઘેલુભાઈ ડેરાજભાઈ થારૂ, દોલુભા ઉર્ફે બાબુભા સુખુભા જાડેજા, બહાદુરસિંહ દાજીભા જાડેજા નામના સાત શખ્સ રૂ।.૧ લાખ ૩૫ હજારના મુદ્દામાલ સાથે પકડાયા છે.

ખંભાળિયાના પીર લાખાસર ગામની સીમમાંથી દોસમામદ સીદીભાઈ સુમરા, ઓસમાણ હબીબભાઈ સુમરા, જુસબ મામદ દેથા નામના ત્રણ શખ્સ ઝડપાયા છે. સદામ ઓસમાણ ગજણ નામનો શખ્સ નાસી ગયો છે. રોકડ, મોબાઈલ, બે બાઈક મળી રૂ।.૫૦,૩૩૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh