Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજી-૩ ડેમ અને ઊંડ-૧ ડેમમાં નવા પાણીની આવકઃ
જામનગર તા. ૩: જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન નોંધાયેલા વરસાદના પગલે શહેરને પાણી પૂરૃં પાડતા ડેમોમાં નવી પાણીની આવક શરૂ થઈ છે. વરસાદી પાણી ઉપરાંત સૌની યોજના મારફતે પ્પણ પાણી મળતું રહેતા શહેરની જળસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. હાલની સ્થિતિએ જામનગર શહેર માટે અંદાજે પચ્ચીસ દિવસ સુધી ચાલે એટલો નવા પાણીનો જથ્થો ઉપલબ્ધ બન્યો હોવાનું જાણવા મળે છે.
મળતી વિગતો મુજબ શહેરને પાણી પૂરૃં પાડતા આજી-ત્રણ ડેમ તેમજ ઊંડ-એક ડેમમાં આજે નવા પાણીની આવક નોંધાઈ હતી. આજી-ત્રણ ડેમ હાલ અંદાજે સાઈઠ ટકા સુધી ભરાઈ ગયો છે, તેમાં વરસાદી પાણી ઉપરાંત સૌની યોજનાનું પાણી પણ પહોંચી રહ્યું છે. હાલ આજી-ત્રણ ડેમમાંથી ઊંડ-એક ડેમમાં પાણી પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે કુલ અંદાજે ર૦ એમસીએફટી જેટલો પાણીનો સંગ્રહ ઉપલબ્ધ થયો છે.
આગામી બે-ત્રણ દિવસમાં ઊંડ-એક ડેમમાંથી સસોઈ ડેમમાં પાણી ઠાલવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારપછી સૌની યોજનાનું પાણી સસોઈ ડેમ સુધી પણ પહોંચશે, જેના કારણે શહેરની જળવ્યવસ્થાને વધુ મજબૂતી મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial