Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૧,૯૭,૬૦૦નો મુદ્દામાલ કબજે કરી લેવાયોઃ
જામનગર તા. ૩: જામનગરના નિલકંઠ પાર્કમાં આવેલા એક મકાનમાંથી શુક્રવારે સવારે એકાદ કલાકમાં રૂ।.૧,૮૭,૬૦૦ના દાગીના અને રૂ।.૧૦ હજાર રોકડાની ચોરી થઈ હતી. તેની તપાસમાં પોલીસે એક મહિલાને પકડી પાડ્યા છે. આ મહિલાએ ચોરીની કબૂલાત આપી મુદ્દામાલ કાઢી આપ્યો છે.
જામનગરના બેડી રીંગ રોડ પર આવેલા નિલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતા અને રેલવે વિભાગમાં નોકરી કરતા નિકુંદ શાલીગ્રામ પ્રસાદ નામના આસામી શુક્રવારે સવારે પત્ની તેમજ પુત્ર તથા સાસુ સાથે માલસામાન લેવા બહાર ગયા તે દરમિયાન એકાદ કલાકમાં તેમના મકાનમાંથી સોનાની બુટી, બે વીટી, સોનાના ચાર પેંડલ, કાનની બાલી, ચાંદીનો સિક્કો, કડલી, રાખડી, પાયલ તથા બ્રેસલેટ, સાંકળા અને નજરીયું અને રૂ।.૧૦ હજાર રોકડા મળી કુલ રૂ।.૧ લાખ ૯૭ હજાર ૬૦૦ની મત્તા ચોરાઈ ગઈ હતી.
ઉપરોક્ત ચોરીની ફરિયાદ નોંધાયા પછી સિટી સી ડિવિઝનના સ્ટાફે ઈન્ચાર્જ પીઆઈ આઈ.એ. ધાસુરાના વડપણ હેઠળ તપાસ શરૂ કરી હતી. જેમાં સ્ટાફના યશપાલસિંહ, યુવરાજસિંહ, વનરાજ ખવડને મળેલી બાતમીના આધારે તિરૂપતિ સોસાયટી તરફથી આવી રહેલા એક મહિલાની અટક કરવામાં આવી હતી. તેણી પાસે રહેલા પર્સની તલાશી લેવાતા તિરૂપતિ પાર્ક નજીક દ્વારકાધીશ સોસાયટી-૩માં રહેતા પૂજાબેન, દીપકભાઈ ગોસ્વામી નામના આ મહિલા પાસેથી ઉપરોક્ત ચોરાઉ મુદ્દામાલ મળી આવ્યો હતો.
આ મહિલાની પૂછપરછ કરાતા તેણીએ ચોરીની કબૂલાત આપી છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આ મહિલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial