Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હજુ સુધી જાનહાનિના કોઈ અહેવાલો નથી
સ્વેઝ તા. ૩: ઈજિપ્તમાં આજે સવારે ૫.૪ની તીવ્રતાનો ભૂકંપઅનુભવાયો છે. કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી છતાં નાગરિકોને સાવચેત રહેવા અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવા અપીલ કરાઈ રહી છે.
ઈજિપ્તના અનેક વિસ્તારોમાં સોમવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂમધ્ય સાગર વિસ્તારમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૪ નોંધાઈ હતી. જર્મનીના ભૂ-વિજ્ઞાન અનુસંધાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સમુદ્રની અંદર લગભગ ૧૦ કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું.
ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અને ઈજિપ્ત રેડ ક્રેસન્ટે તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત પ્રાંતોમાં પોતાની ઈમરજન્સી રિસ્પોન્સ યોજના સક્રિય કરી દીધી છે. સંસ્થાના જણાવ્યા મુજબ, પ્રાથમિક અહેવાલો અનુસાર અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા પાયે આર્થિક નુકસાનના સમાચાર નથી.
જોકે, પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. રેડ ક્રેસન્ટે નાગરિકોને અપીલ કરી છે કે જે ઈમારતોમાં નુકસાન કે તિરાડોના સંકેત દેખાય તેનાથી દૂર રહેવું. આ ઉપરાંત માત્ર સરકારી એજન્સીઓ અને સત્તાવાર સ્ત્રોતો દ્વારા આપવામાં આવતી માહિતી પર જ વિશ્વાસ કરવા જણાવાયું છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ઈજિપ્તના અધિકારીઓએ ભૂકંપના કેન્દ્ર અંગે સુધારેલી માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ ભૂકંપનું કેન્દ્ર સ્વેઝ શહેરથી લગભગ ૩૮ કિલોમીટર દૂર ભૂમધ્ય સાગરમાં હતું. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે હાલ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે સતત મોનિટરિગ કરવામાં આવી રહૃાું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial