Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લા પંચાયતમાં નવ નિયુકત પદાધિકારીઓનો વર્કશોપ
ખંભાળિયા તા. ૩: દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની અધ્યક્ષતામાં નવનિયુક્ત પદાધિકારીઓ માટે ક્ષમતા નિર્માણ કાર્યશાળા યોજાઈ હતી, જેમાં સંબોધન કરતા તેઓએ જણાવ્યું હતું કે જાહેર જીવનમાં લોકસેવાને પ્રાધાન્ય આપી કશું મેળવવા માટે નહીં, પરંતુ કશું આપવાનો ભાવ રાખી કાર્ય કરવું જોઈએ. નવનિયુક્ત પદાધિકારીઓને તેમણે જનસેવા માટે લોકસંપર્ક વધુ સશક્ત બનાવવા માટે આહ્વાન કર્યુ હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત દ્વારા *રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન* અંતર્ગત જિલ્લાના નવનિયુક્ત પદાધિકારીઓ અને સદસ્યોની વહીવટી કુશળતા અને ક્ષમતા નિર્માણ અર્થે જિલ્લા પંચાયત, જામખંભાળિયા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની અધ્યક્ષતામાં એક દિવસીય ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ નવનિયુક્ત પદાધિકારીઓને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, લોકશાહીમાં જનપ્રતિનિધિ તરીકે આપણી નિયુક્તિ એ નાગરિકોનો વિશ્વાસ અને અપેક્ષાઓનું પ્રતીક છે. લોકશાહી ઢબે ચૂંટણી પદ્ધતિ દ્વારા નાગરિકો આપણે જનસેવા માટે જે તક આપી છે તેને આપણે સૌએ જનસેવા માટે હંમેશા સમર્પિત રહેવું જોઈએ. લોકશાહીના મૂલ્યો અને આદર્શોને અનુસરીને ખરા જનસેવક તરીકે નાગરિકોની સુખાકારી માટે હરહંમેશ પ્રયત્નશીલ રહેવું જોઈએ.
વધુમાં તેમણે કહૃાું કે, પંચાયત ક્ષેત્રે વહીવટી કુશળતા અને જાણકારી પ્રાપ્ત કરવી ખૂબ જ આવશ્યક છે. ત્રી સ્તરીય પંચાયતી રાજનું માળખુએ ગ્રામ સ્વરાજનો પાયો છે. મહાત્મા ગાંધીજીએ કહૃાું હતું કે, ભારત દેશનો આત્મા ગામડાઓમાં વસે છે એટલે જ જો ગ્રામ સમૃદ્ધ હશે તો રાષ્ટ્ર સમૃદ્ધિની પરિકલ્પના અવશ્ય સાકાર થશે. મહાત્મા ગાંધીજીની સ્વરાજ્યની પરિકલ્પને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુપેરે આગળ ધપાવી રહૃાા છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને ચરિતાર્થ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર ઝડપભેર કામગીરી કરી રહી છે. છેવાડાના માનવી સુધી કેન્દ્ર તથા રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓ લાભ પહોંચે તે માટે આયોજનબદ્ધ રીતે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.
જનપ્રતિનિધિઓએ સતત નાગરિકોના સંપર્કમાં રહીને લોકસંપર્ક વધુ મજબૂત બનાવવો જોઈએ જે થકી નાગરિકોના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવી શકાય. તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓએ સમાજ માટે અરીસા સમાન હોવાથી વહીવટી ક્ષેત્રે પારદર્શિતા જાળવવી જોઈએ.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગૌરીબેન હાથિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકર કરવા માટે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ અમલીકરણ માટે પંચાયત ક્ષેત્ર મહત્ત્વની કડી સમાન છે.
આ તકે ધારાસભ્ય મૂળુભાઇ બેરાએ કહૃાું કે, વિકસિત ભારતના સ્વપ્નદૃષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ લોકશાહીના પાયાના પથ્થર સમાન પંચાયતી રાજના માળખાને વધુ સુદૃઢ બનાવવામાં આવ્યું છે. છેવાડાના વિસ્તારો સુધી જનકલ્યાણકારી યોજનાઓ લાભ પહોંચે અને વિકસિત ભારત ૨૦૪૭નો સંકલ્પ સાકાર થાય તે માટે ચૂંટાયેલા પદાધિકારીઓએ પોતાની જવાબદારીઓનું પ્રમાણિક પણે વહન કરવું જોઈએ. તેમજ આજરોજ યોજાઈ રહેલ તાલીમમાં આપણે વિદ્યાર્થી ભાવ તરીકે તાલીમ મેળવી તેના અનુભવનો ઉપયોગ જનસેવામાં કરવો જોઈએ.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આયોજિત ક્ષમતા નિર્માણ કાર્યક્રમમાં માસ્ટર ટ્રેનર કોટેચા દ્વારા પદાધિકારીઓને પંચાયતી રાજ વ્યવસ્થાના પરિચય, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓની ભૂમિકા સત્તાઓ, જવાબદારીઓ અને વૈધાનિક ફરજો, ગ્રામ સભાનું મહત્ત્વ સહિતના વિષયો સંદર્ભે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આયોજિત એક દિવસીય ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યશાળામાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ચિમનભાઈ નકુમ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન રંજનબેન ડેર, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.જોશી, અગ્રણી સર્વે કશ્યપભાઈ ડેર, જે.કે.હાથિયા, એભાભાઈ કરમૂર સહિત તાલુકા પંચાયત પ્રમુખો, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનો, સદસ્યો સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial