Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક સ્થળેથી દેશી દારૂનું કરાતું વેચાણ ઝડપાયું:
જામનગર તા. ૩: દેવભૂમિ દ્વારકા એલસીબીએ ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના ખાટલાધાર વાડી વિસ્તારમાં બે સ્થળે દરોડા પાડ્યા હતા. એક સ્થળેથી દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી મળી આવી છે. એક સ્થળેથી એક શખ્સ દેશી દારૂનું વેચાણ કરતો ઝડપાયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશી દારૂની બદી દૂર કરવા માટે જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાએ આપેલી સૂચનાના પગલે દ્વારકા એલસીબી પીઆઈ કે.કે. ગોહિલના વડપણ હેઠળ પીએસઆઈ વી.એમ. દેવમુરારી તથા સ્ટાફે હાથ ધરેલા પેટ્રોલિંગમાં ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના ખાટલાધાર વિસ્તારમાં પુંજાભાઈ ધનાભાઈ અવસુરા નામના શખ્સના ખેતરમાં આવેલા મકાનમાં દરોડો પાડ્યો હતો.
તે મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. એલસીબીએ ૧૫૫૦ લીટર આથો, ૨૩૦ લીટર તૈયાર દારૂ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૮૬૮૫૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. દરોડા પહેલાં પુંજાભાઈ નાસી ગયો છે.
ત્યારપછી ખાટલાધાર વાડી વિસ્તારમાં જ હરજુગ નાગજી અવસુરા નામનો શખ્સ પોતાના ખેતર સ્થિત મકાનમાંથી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી પરથી ત્રાટકેલી એલસીબીએ આ શખ્સને ૧૩૦ લીટર દેશી દારૂ સાથે દબોચી લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial