Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદ એરપોર્ટ પર
અમદાવાદ તા. ૩: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ્સમાં ભારે વિલંબ થતાં આજે સવારથી મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માત્ર આજની સવારની ફ્લાઇટ્સ જ નહીં, પરંતુ મોટી સંખ્યામાં મુસાફરો મંગળવારે ૨ ડિસેમ્બરની સાંજે ૫ વાગ્યાથી જ એરપોર્ટ પર ફસાયેલા છે. ફ્લાઇટમાં સતત વિલંબ અને એરલાઇન તરફથી કોઈ સંતોષકારક સ્પષ્ટતા ન મળતા મુસાફરોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો, જેને પગલે એરપોર્ટ પર ભારે હોબાળો મચાવ્યો હતો. બાળકો અને વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં ફસાયેલા મુસાફરો વિરોધ પ્રદર્શિત કરી રહૃાા છે. વધુમાં ઇન્ડિગોના માત્ર પાંચ જ કાઉન્ટર કાર્યરત હોવાથી એરપોર્ટ પર મુસાફરોની ભારે ભીડ અને અંધાધૂંધી જોવા મળી રહી હતી.
અમદાવાદ એરપોર્ટ પરના ચેક-ઇન કાઉન્ટર પર લોકોના ટોળા વચ્ચે થઈ રહેલી દલીલ દર્શાવે છે. મુસાફરો ગુસ્સામાં આવીને ચોક્કસ ઉકેલની માંગણી કરી રહૃાા હતાં. જ્યારે કાઉન્ટર પરના અધિકારી વારંવાર માત્ર 'પાંચ મિનિટ, પાંચ મિનિટ' કહીને સમય પસાર કરી રહૃાા હતાં. અમદાવાદ એરપોર્ટ પર ભૂતકાળમાં ઇથોપિયાના જ્વાળામુખીની રાખ અને શિયાળાના હવામાન ને કારણે ફ્લાઇટ્સ પર અસર પડી હતી, જેના પરિણામે વિલંબ અથવા રદ્દીકરણ થયું હતું. જોકે, વર્તમાન વિલંબનું મુખ્ય કારણ અલગ હોવાનું જાણવા મળે છે.
એર બસ દ્વારા જારી કરાયેલી એડવાઇઝરીને પગલે ઇન્ડિગો એરલાઇન તેના એ૩૨૦ એરક્રાફ્ટના કાફલામાં અપગ્રેડેશન કરી રહી છે. આ અપડેટ સોલર રેડીએશનથી ફ્લાઇટ કંટ્રોલને થતું નુકસાન અટકાવવા માટે અત્યંત જરૂરી છે. આ તકનીકી અપગ્રેડેશનને કારણે ફ્લાઇટ્સ મોડી પડી રહી છે, પરંતુ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન દ્વારા મુસાફરો માટે કોઈ ખાસ વ્યવસ્થા કે યોગ્ય માહિતી પૂરી પાડવામાં આવી રહી નથી, જેના કારણે મુસાફરોનો રોષ વધી રહૃાો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial