Advertisement
Author: નોબત સમાચાર

જામનગર નજીક ગોરધનપરમાં મેગા ડિમોલીશનઃ ૧૦૦ વીઘા જમીન થશે ખુલ્લી

પાંચ હોટલો, ૧૦ મકાનો, ઈંટોના ૩ ભઠ્ઠા સહિતના ગેરકાયદે બાંધકામો હટાવાયા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગર નજીક ગોરધનપરમાં ૧૦૦ વીઘા સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવા તંત્ર દ્વારા મેગા ડિમોલીશન હાથ ધરાયું છે. ત્રણ ઈંટોના ભઠ્ઠા, ૧૦ મકાનો, પાંચ નાની-મોટી હોટલ સહિતના બાંધકામો દૂર કરવા માટે ચૂસ્ત બંદોબસ્ત હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે.

જામનગર તા. ૩: જામનગર નજીક ગોરધનપરમાં ૧૦૦ વીઘા સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવા તંત્ર દ્વારા મેગા ડિમોલીશન હાથ ધરાયું છે. ત્રણ ઈંટોના ભઠ્ઠા, ૧૦ મકાનો, પાંચ નાની-મોટી હોટલ સહિતના બાંધકામો દૂર કરવા માટે ચૂસ્ત બંદોબસ્ત હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ગોરધનપર ગામ પાસે આશરે ૧૦૦ વીઘા સરકારી જમીન ઉપર ગેરકાયદે ખડકાયેલા બાંધકામો દૂર કરવા માટે આજે તંત્ર દ્વારા મેઘા ડિમોલીશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને જામનગર ગ્રામ્ય મામલતદારની ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી થઈ રહી છે.

ગોરધનપર નજીક મુખ્ય રોડ પાસે જ આવેલી અતિ કિંમતી ૧૦૦ વીઘા સરકારી જમીન કે જેમાં અનેક ગેરકાયદે દબાણો ખડકાઈ ગયા હતાં, અને કાચા-પાકા મકાનો, હોટલ, ઈંટોના ભઠ્ઠા વિગેરે ખડકીને દબાણ સર્જી દેવાયું હતું. જે તમામને તંત્ર દ્વારા અગાઉથી નોટીસ આપી દેવાઈ હતી. ત્યારપછી આજે સવારથી ઉપરોક્ત વિસ્તારમાં 'પીળો પંજો' પડ્યો છે, અને અનેક દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેને લઈને ભારે અફડાતફડી મચી ગઈ છે.

સ્થાનિકોના દેકારાની વચ્ચે પોલીસ પહેરો ગોઠવીને ડિમોલીશન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ઉલ્લેખનિય છે કે, ગોરધનપર ગામની સર્વે નંબર ૧૦૩, ૧૦૪ અને ૧૦પ નંબરની કુલ ૧૦૦ વીઘા જમીન છે, જેમાં હાલ ખેતી વિષયક ત્રણ દબાણો ખડકી દેવાયા હતાં. ઉપરાંત ચાર ઈંટોના ભઠ્ઠા, ૧૦ કાચા-પાકા રહેણાંક મકાનો, ૪ થી પ નાની હોટલો વિગેરે ખડકી દેવાઈ હતી, જે તમામ દબાણોને હટાવવા માટેની આજે મોટાપાયે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

આ કાર્યવાહી જામનગર ગ્રામ્ય વિભાગના પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરિયાના સુપરવિઝનમાં ગ્રામ્ય વિભાગના મામલતદાર એમ.જે. ચાવડા અને તેઓની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh