Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બી.જે.એસ. સંગઠન તથા રોટરી ક્લબની અનોખી પહેલ
જામનગર તા. ૩: જામનગર જિલ્લાના ર૮ જેટલા ગામો કે જેમાં વર્ષ-ર૦ર૬ ના માર્ચથી મે માસ દરમિયાન "સુઝલામ સુફલામ" યોજનાના સમયગાળા દરમિયાન સ્વભંડોળથી ર૮ થી વધુ જળાશયોમાંથી માટી અને કાંપ દૂર કરી, ૩પ કરોડ લિટરથી વધુ વર્ષા-જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે બી.જે.એસ. જૈન સંગઠન ફાઉન્ડેશન, જામનગર અને રોટરી ક્લબ ઓફ જામનગર કટિબદ્ધ બન્યું છે.
સામાન્ય રીતે વરસાદ દરમિયાન વ્યર્થ વહી જતા વર્ષા જળના સંચયના આયોજનનો ગત્ વર્ષથી શુભારંભ ઉપરોક્ત સંસ્થા દ્વારા થયો છે, અને ગત્ વર્ષે તેની ખૂબ જ મહત્ત્વની સફળતા મળી છે. આ આયોજનબદ્ધ કાર્ય કરવા માટે લાલપુર તાલુકા વિકાસ અધિકારી કરસનભાઈ ચુડાસમાની પહેલથી લાલપુર તાલુકાના સરપંચો સાથે તળાવો ઊંડા ઉતારવાના આયોજન અંગે વિસ્તૃત રીતે વિચાર-વિમર્શ થયો હતો.
આગામી દિવસોમાં સરકારી ખાણખનીજ વિભાગના ધારા-ધોરણો મુજબ એપ્રિલથી મેં માસના સમયગાળામાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે, અને વરસાદ સંગ્રહની શક્તિનો મોટા પ્રમાણમાં વધારો કરવામાં આવશે. જે ગ્રામ્યજનો માટે ખૂબ જ ઉપયોગી નીવડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial