Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફિલ્મના કલાકારો કાર્યક્રમ ટૂંકાવી તાત્કાલિક ત્યાંથી રવાના થયાઃ
રાજકોટ તા. ૩: રાજકોટ શહેરના ક્રિસ્ટલ મોલમાં ગઈકાલે તા. ર/૧ર ના ગુજરાતી ફિલ્મ 'લાલો કૃષ્ણ સદા સહાયતે' ના પ્રમોશન દરમિયાન ભારે અવ્યવસ્થા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મામલે મંજુરી વિના ભીડ એકઠી કરવા બદલ યુનિવર્સિટી પોલીસે ક્રિસ્ટલ મોલના મેનેજર સામે ગુનો દાખલ કર્યો છે.
ફિલ્મના કલાકારોને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડતા લોકોની ભારે ભીડ જામી ગઈ હતી. ભીડના દબાણને કારણે એક બાળકી મોલના એસ્કેલેટર પર પટકાઈ હતી, જો કે ત્યાં હાજર બે વ્યક્તિઓએ તાત્કાલિક બાળકીને બચાવી લીધી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. પરિસ્થીતિ વણસતી જોઈને અને વધુ કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ફિલ્મના કલાકારોએ કાર્યક્રમ ટૂંકાવીને તાત્કાલિક ત્યાંથી નીકળી જવું પડ્યું હતું. આ ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈએ તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, મોલના મેનેજર સમીર રામજીભાઈ વિસાણીએ પોલીસ કમિશનરની પૂર્વ મંજુરી વિના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટેજ બાંધી કાર્યક્રમ યોજ્યો હતો. આથી જાહેરનામા ભંગ બદલ મેનેજર વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનાએ જાહેર કાર્યક્રમોમાં સુરક્ષા અને આયોજકોની બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial