Advertisement
Author: નોબત સમાચાર

સુરજકરાડીમાં રહેતા વૃદ્ધના સ્કૂટરને ટ્રકની પાછળથી ટક્કરઃ સારવારમાં નિપજ્યું મૃત્યુ

ટ્રકચાલક સામે પોલીસમાં નોંધાવાઈ ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: ઓખામંડળના સુરજકરાડીથી ગઈ તા.રપની બપોરે સ્કૂટર પર આરંભડા તરફ જતા એક વૃદ્ધને ટ્રકે ઠોકર મારી પછાડ્યા હતા. સારવારમાં ખસેડાયેલા આ વૃદ્ધનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પોલીસે તેઓની ફરિયાદ પરથી ટ્રકચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા સુરજકરાડીમાં જયઅંબે મંદિર ચોક પાસે વસવાટ કરતા ધીરજલાલ વ્રજલાલ તન્ના (ઉ.વ.૭ર) નામના વૃદ્ધ ગઈ તા.રપની બપોરે સાડા ત્રણેક વાગ્યે જીઆઈડીસી પેટ્રોલપંપ રોડ પરથી આરંભડા તરફના રસ્તા પર જીજે-૩૭-એલ ૯૭૬૫ નંબરના જ્યુપીટર સ્કૂટર પર જઈ રહ્યા હતા.

આ વેળાએ પાછળથી ફૂલ સ્પીડમાં ધસી આવેલા જીજે-૩૭-વી ૧૦૧૦ નંબરના ટ્રકે ઠોકર મારતા સ્કૂટર પરથી ધીરજલાલ ફંગોળાઈ ગયા હતા. રોડ પર પછડાયેલા આ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી ગઈકાલે સાંજે તેઓનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર હિતેશભાઈ તન્નાએ મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh