Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નથી વીજળી, નથી યોગ્ય ખોરાક, નથી પીવાનું સ્વચ્છ પાણી કે નથી તબીબી સંભાળ
રાવલપીંડી તા. ૩: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના સ્થાપક ઈમરાન ખાન જે આદિયાલા જેલમાં બંધ છે. તેણે મંગળવારે કહ્યું કે તેમના જીવને જોખમ છે. તેમની બહેન ડો. ઉઝમા ખાનને મળ્યા પછી પીટીઆઈ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં ઈમરાન ખાને કહ્યું હતું કે, લશ્કરી સંસ્થાએ તેમની સામે દરેક શક્ય યુક્તિનો ઉપયોગ કર્યો છે અને હવે તેમની પાસે તેમને મારવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.
પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે ઈમરાન ખાનને સંપૂર્ણ એકાંત કારાવાસમાં રાખવામાં આવ્યા છે, જ્યાં વીજળી નથી, સૂર્યપ્રકાશ નથી, યોગ્ય ખોરાક નથી, પીવાનું સ્વચ્છ પાણી નથી, તબીબી સંભાળ નથી અને કેદીને મળવી જોઈએ તેવી કોઈ મૂળભૂત સુવિધાઓ નથી. ખાને કહ્યું કે, તેમને મૃત્યુદંડની સજા પામેલા કેદીઓ જેવી જ સ્થિતિમાં રાખવામાં આવી રહ્યા છે. બેઠક પછી ઉઝમા ખાને કહ્યું કે, ઈમરાન જેલ વહીવટી તંત્ર સાથેના કેટલાક મુદ્દાઓથી નારાજ હતાં, પરંતુ તેમનો ઉત્સાહ ઊંચો હતો. તેમણે ઉમેર્યું કે પીટીઆઈના સ્થાપક માનસિક રીતે ખૂબ જ મજબૂત છે. તેમણે પાર્ટી નેતૃત્વને સંદેશ આપ્યો, જેમાં વર્તમાન વ્યવસ્થાને અલોકતાંત્રિક ગણાવી. બેઠક દરમિયાન ઈમરાન ખાને પુનરોચ્ચાર કર્યો કે આર્મી ચીફ જનરલ અસીમ મુનીર માનસિક ત્રાસ માટે જવાબદાર છે.
પીટીઆઈના એક નિવેદન અનુસાર ભૂતપૂર્વ વડાપ્રધાને કહ્યું કે જો તેમને કંઈ થશે તો આર્મી ચીફ અને આઈએસઆઈના ડાયરેક્ટર જનરલ જવાબદાર રહેશે. તેમણે ઉમેર્યું કે તેમને મૃત્યુદંડની સજા પામેલા કેદી જેવી જ સુવિધાઓ આપવામાં આવી રહી છે. પાર્ટીનો આરોપ છે કે ઈમરાન ખાનને એકાંત કેદમાં રાખવામાં આવી રહ્યા છે. મૂળભૂત સુવિધાઓથી પણ વંચિત રાખવામાં આવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial