Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતની બજારમાંથી ફોરેન ઈન્વેસ્ટરો નાણા પાછા ખેંચી રહ્યાં છે અને ડોલર મજબૂત બની રહ્યો છે
નવી દિલ્હી તા. ૩: ડોલરની માંગ, વિદેશી રોકાણકારોની વેંચવાલી અને રિઝર્વ બેંકના ઓછા હસ્તક્ષેપને કારણે રૂપિયો તૂટ્યો છે અને ૯૦.૧૪ ની ઐતિહાસિક નીચલી સપાટી પર પહોંચ્યો છે. આ કારણે પેટ્રોલ-ખાતર, સોનુ, ઈલેક્ટ્રીક સામાન, મશીનના પાર્ટસ, વિદેશ પ્રવાસ, વિદેશમાં ભણતર, દવા-રસાયણો, ક્રૂડ વિગેરે ઉપર દબાણ વધશે, જેથી ભાવો વધી શકે છે.
ભારતીય ચલણ બજારમાં આજે સવારે એક મોટો આંચકો જોવા મળ્યો છે. અમેરિકન ડોલર સામે રૂપિયો પ્રથમ વખત રૂ. ૯૦ પ્રતિ ડોલરના સ્તરને પાર કરી ગયો છે અને ૯૦.૧, પર પહોંચ્યો છે. જે અત્યાર સુધીનું સૌથી નબળું સ્તર છે. બજાર ખુલતાની સાથે જ દબાણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું અને રૂપિયા પર વેંચવાલીનો મારો યથાવત રહ્યો હતો.
ભારતીય રૂપિયો આજે અમેરિકન ડોલર સામે ઈતિહાસનો સૌથી મોટો ઘટાડાનો દિવસ લઈને આવ્યો. રૂપિયો પ્રથમ વખત ડોલર સામે રૂ. ૯૦ ની નીચે ગગડ્યો અને બજાર ખૂલતાની સાથે જ રેકોર્ડ નબળાઈ નોંધાવી. તે ૮૯.૮૭ પ્રતિ ડોલરના અગાઉના બંધ સામે ૮૯.૯૭ પર ખૂલ્યો. પરંતુ થોડી જ વારમાં ગગડીને પ્રતિ ડોલર રૂ. ૯૦.૧૪ ના ઓલટાઈમ નીચલા સ્તરે પહોંચી ગયો. વિદેશી માંગ, ડોલરની મજબૂતાઈ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓએ રૂપિયા પર ભારે દબાણ બનાવ્યું છે.
રૂપિયાના આ રેકોર્ડ બ્રેક ઘટાડા પાછળ અનેક મોટા કારણો છે, જેમાં ડોલર ઈન્ડેક્સમાં તેજી પણ કારણભૂત છે. છેલ્લા ઘણાં દિવસોથી અમેરિકન ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે. વિશ્વભરના રોકાણકારો સુરક્ષિત રોકાણની શોધમાં ડોલરમાં રોકાણ કરી રહ્યાં છે. વિદેશી રોકાણકારો હાલમાં ભારતીય બજારમાંથી નાણા પાછા ખેંચી રહ્યાં છે. જ્યારે એફઆઈઆઈ સતત વેચાણ કરે છે ત્યારે ડોલરની માંગ વધે છે અને રૂપિયો નબળો પડે છે. અમેરિકાની આર્થિક નીતિ, વ્યાજદરો પરની અટકળો અને વિશ્વના ઘણાં ભાગોમાં તણાવ - આ બધું મળીને ડોલરને તાકાત અને રૂપિયાને નબળાઈ આપી રહ્યું છે.
રૂપિયાનું ૯૦ ને પાર જવું એ માત્ર એક મનોવૈજ્ઞાનિક સ્તર તૂટવાની વાત નથી, પરંતુ તે બજારમાં વિશ્વાસના બદલાવનો પણ સંકેત આપે છે. આ કારણે આયાત મોંઘી થશે, પેટ્રોલ-ડીઝલના ભાવો ભડકે બળી શકે છે. તે ઉપરાંત ઈલેક્ટ્રોનિક્સ, મોબાઈલ, મશીનરી જેવી વસ્તુઓ મોંઘી થશે તથા વિદેશમાં ભણવા કે ફરવા જનારા ભારતીયોનું બજેટ પણ ખોરવાશે.
સામાન્ય રીતે જ્યારે રૂપિયો અચાનક નબળો પડે છે, ત્યારે આરબીઆઈ ડોલર વેંચીને દબાણ ઘટાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ અમેરિકન ડોલર સામે રૂપિયાનું સ્તર તૂટવું એ દર્શાવે છે કે, બજારની માંગ ખૂબ જ વધારે છે અને કેન્દ્રીય બેંકની દખલગીરી અસર મર્યાદિત રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, જો વૈશ્વિક પરિબળો સુધરશે નહીં, તો રૂપિયામાં વધુ ઘટાડો શક્ય છે. બજાર હવે આરબીઆઈના આગામી પગલાં અને વૈશ્વિક ડોલરના વલણ પર નજર રાખી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial