Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કારખાનેદારના પત્નીએ નોંધાવી હતી ફરિયાદઃ
જામનગર તા. ૩: જામનગરના એક કારખાનેદારને વ્યાજે પૈસા આપ્યા પછી વ્યાજ ન ચૂકવાતા તેના કારખાનામાંથી મશીનરી ઉઠાવી જવા ઉપરાંત મોટર, ચેક પડાવી લઈ આ યુવાનને ગોંધી રાખવા અંગે નોંધાયેલા ગુન્હામાં પોલીસે આરોપી પૈકીના એક આરોપીને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે.
જામનગરમાં રહેતા અને કારખાનુ ચલાવતા લાલજીભાઈ સવજીભાઈ મારકણા નામના ઉદ્યોગકારે ગયા સપ્ટેમ્બર મહિનામાં કોઈ ઝેરી દવા પી લીધી હતી. તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેમના પત્ની સુધાબેન લાલજીભાઈએ પોતાના પતિને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગે ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા, ઉપેન્દ્ર રમેશભાઈ ચાંદ્રા, કિરીટ અરૂણભાઈ ગંઢા, હરીશ પ્રભુભાઈ ગંઢા તથા જેઠાભાઈ નાથાભાઈ હાથલીયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ લાલજીભાઈએ અગાઉ ધર્મેશ રાણપરીયા પાસેથી રૂ.૨૫ લાખ વ્યાજે લીધા હતા. તેના બદલામાં દર મહિને ૨૦ ટકા જેવું વ્યાજ ચૂકવતા લાલજીભાઈ થોડા સમયથી વ્યાજ ન ચૂકવી શકતા ધર્મેશ રાણપરીયા તેના કારખાને ગયો હતો અને ત્યાંથી કેટલીક મશીનરી લઈ જવા ઉપરાંત તેણે લાલજીભાઈને ઉપાડી લઈ ૨૦થી રપ દિવસ સુધી તેના ગોડાઉનમાં ગોંધી રાખી ધમકી આપી હતી.
આ શખ્સોની ઉઘરાણીથી લાલજીભાઈ કંટાળ્યા હતા અને આ શખ્સો કારખાનામાંથી મશીનરી તેમજ વાહનો લઈ જવા ઉપરાંત ચેક પણ કઢાવી ગયા હોવાથી લાલજીભાઈએ આત્મહત્યાની કોશિષ કરી હતી. પોલીસે બીએનએસની કલમ ૧૨૭ (૪), ૧૪૦ (૩), ૩૦૮ (પ), ૩૫૧ (૩), નાણા ધિરધારની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપીઓને જેલહવાલે કર્યા પછી આરોપી પૈકીના ધર્મેશ મુળજીભાઈ રાણપરીયાએ જામીનમુક્ત થવા સેશન્સ કોર્ટમાં અરજી કરતા અદાલતે આરોપીના વકીલ જયેન્દ્રસિંહ એન. ઝાલા, હરપાલસિંહ ઝાલા, કેયુર અજુડીયાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને જામીનમુક્ત કરવાનો હુકમ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial