Advertisement
Author: નોબત સમાચાર

પી.એમ. મોદીને ચાની કીટલી સાથે બતાવતો એ.આઈ. વીડિયો કોંગી મહિલા નેતા દ્વારા વાયરલ

આ શરમજનક કૃત્ય નેતૃત્વની વિકૃતિ દર્શાવે છેઃ કેસવન

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૩: કોંગ્રેસ નેતાએ પીએમ મોદીને 'ચાયવાલા' બતાવતો એ.આઈ.વીડિયો શેર કરતાં હોબાળો થયો છે અને ભાજપ ભડકયું છે.

કોંગ્રેસે પીએમ મોદીનો એક  એઆઈ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા જ દેશના રાજકારણમાં હોબાળો મચી ગયો છે. આ વીડિયો કોંગ્રેસના નેતા રાગિણી નાયકના એકસ હેન્ડલ પરથી 'હવે આ કોણે કર્યું, ભાઈ' (અબ ઈ કૌન કિયા બે)ના કેપ્શન સાથે પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં પીએમ મોદીને એક આંતરરાષ્ટ્રીય સમિટમાં ચાની કીટલી અને કપ સાથે બતાવવામાં આવ્યા છે, જે તેમના ભૂતકાળના 'ચાયવાલા'ની ઓળખનો સંદર્ભ આપે છે. આ વીડિયો વાયરલ થતાં જ ભાજપે તેના પર સખત વાંધો ઉઠાવ્યો છે અને વડાપ્રધાનની ગરિમાનું અપમાન ગણાવ્યું છે.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સીઆર કેસવને આ મામલે કોંગ્રેસ પર આકરો પલટવાર કર્યો છે. તેમણે એકસ પર પોસ્ટ કરીને કહૃાું કે કોંગ્રેસનું આ શરમજનક કૃત્ય તેમના નેતૃત્વની વિકૃત માનસિકતા દર્શાવે છે. કેસવને આ વીડિયોને ૧૪૦ કરોડ મહેનતુ ભારતીયોનું ગંભીર અપમાન ગણાવ્યો અને કહૃાું કે આ કોંગ્રેસ દ્વારા ઓબીસી સમુદાય પરનો સીધો હુમલો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ નેતૃત્વ અને રાહુલ ગાંધી એ હકીકતથી નફરત કરે છે કે ભારતીય જનતા સતત સમર્પણ અને સખત મહેનત દ્વારા આગળ વધેલા પીએમ મોદીને પસંદ કરે છે અને ચૂંટે છે, જ્યારે જનતાએ અહંકારી અને વિશેષાધિકાર પ્રાપ્ત રાહુલ ગાંધીને વારંવાર નકાર્યા છે.

કોંગ્રેસ દ્વારા પીએમનો એઆઈ વીડિયો શેર કરવાની આ પહેલી ઘટના નથી. આ પહેલાં, ૧૨ સપ્ટેમ્બરના  બિહાર કોંગ્રેસે એકસ પર પીએમ મોદી અને તેમના માતાનો એઆઈ વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં પીએમના સપનામાં તેમના માતા આવીને કહે છે કે 'રાજનીતિ માટે કેટલા નીચે ઉતરશો?'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh