Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છૂટાછેડા આપવામાં આવે તો તમામ દહેજ પરત કરવાના હુકમ સાથે પતિને આદેશઃ
નવી દિલ્હી તા. ૩: દેશની સુપ્રિમ કોર્ટમાં એક મુસ્લિમ મહિલાએ પોતાના પરિવાર દ્વારા નિકાહ સમયે આપવામાં આવેલા દહેજ તથા પતિને તેણીના પરિવારે આપેલી રોકડ, સોનાના ઘરેણા, અન્ય ભેટો પરત મેળવવા માટે કરેલા કેસમાં સુપ્રિમ કોર્ટે આ મહિલાની તરફેણમાં ચુકાદો આપ્યો છે. ન્યાયાધીશોની બેચે હુકમ કરતા જણાવ્યું છે કે, મુસ્લિમ મહિલાના છૂટાછેડા પર અધિકારોના રક્ષણના કાયદા મુજબ જો છૂટાછેડા આપવામાં આવે તો તમામ દહેજ પરત આપી દેવું તે આવશ્યક છે.
દેશની સર્વોચ્ચ અદાલતમાં છૂટાછેડા અને દહેજ બાબતના એક કેસમાં અદાલતે આદેશ કર્યાે છે કે, છૂટાછેડા લેનાર મુસ્લિમ મહિલાને નિકાહ સમયે તેના પરિવાર દ્વારા તેને અથવા પતિને આપવામાં આવેલી રોકડ રકમ, સોના-ચાંદીના ઘરેણા તથા અન્ય ભેટો પરત મળવી જોઈએ. અદાલતે આ સામાનને મહિલાની મિલકત જાહેર કરી લગ્નના અંત પછી તેને પરત કરવી આવશ્યક ગણાવી છે.
સુપ્રિમ કોર્ટની એક બેચ સમક્ષ આવેલા આ કેસમાં ન્યાયાધીશની બેચે ઠરાવ્યું છે કે, છૂટાછેડા પર અધિકારોનું રક્ષણ કરતા અધિનિયમ-૧૯૮૬નું અર્થઘટન એવી રીતે થવું જોઈએ કે મહિલાઓના ગૌરવ, સમાનતા અને આર્થિક સુરક્ષાને મજબૂત બનાવે અને કાયદાનંુ અર્થઘટન સામાજિક ન્યાયની ભાવના સાથે થવું જોઈએ.
વર્ષ ૨૦૦૧ના ડેનિયલ લતીફ વિરૂદ્ધ ભારત સંઘના નિર્ણયને ટાંકીને કોર્ટે જણાવ્યું છે કે, આ કાયદો છૂટાછેડા પછી મુસ્લિમ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ઘડવામાં આવ્યો હતો. આ નિર્ણય સાથે સુપ્રિમ કોર્ટે એક મુસ્લિમ મહિલાની અરજી સ્વીકારી તેના પૂર્વ પતિને બેંક ખાતામાં રૂ.૧૭,૬૭,૯૮૦ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. આ રકમ દહેજ તેમજ નિકાહ સમયે આપવામાં આવેલા સોનાના દાગીના, ટીવી, ફ્રીઝ, ડાયનીંગ સેટ, શો-કેસ વગેરેના બદલામાં નક્કી કરવામાં આવી હતી.
સુપ્રિમ કોર્ટે હુકમના અંતમાં આદેશ કર્યાે છે કે, ઉપરોક્ત રકમ છ અઠવાડિયામાં જમા કરાવવાની રહેશે અન્યથા પતિએ નવ ટકા વાર્ષિક વ્યાજ ચૂકવવાનું રહેશે. અગાઉ કોલકાત્તા હાઈકોર્ટના વર્ષ ૨૦૨૨ના એક હુકમને ઉપરોક્ત હુકમે ઉલટાવી દીધુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial