Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એકલા ઓખામંડળમાં જ પાંચ હજાર લોકોએ ૪૦ હજારથી વધુ વૃક્ષો વાવ્યા
તાતા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ (ટીસીએસઆરડી) એ એક અનોખી વૃક્ષારોપણનું અભિયાન માય ગ્રીનિંગ અવર હાથ ધર્યું હતું જે અંતર્ગત એક કલાકમાં સમગ્ર ભારતમાં ૧૦૦થી વધુ સ્થળોએ ૭૦,૦૦૦થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ રાષ્ટ્રવ્યાપી પ્રવૃત્તિ આપણા અસ્તિત્વ માટે વૃક્ષોના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા, સ્થાનિક સમુદાયોને સર્વસમાવેશક રીતે સેવા આપવા અને છેવટે કાર્બન શોષણ ક્ષમતા વધારવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરવામાં આવી હતી.
એકલા ઓખામંડળમાં જ ૫,૦૦૦ લોકો ૪૦,૦૦૦થી વધુ વૃક્ષો વાવવા માટે ભેગા થયા હતા. આ પ્રવૃત્તિ ૧૨ જુલાઈ, ૨૦૨૩ના સાંજે ૪ થી ૫ વાગ્યાની હાથ ધરાઈ હતી. તાતા કેમિકલ્સ લિમિટેડ અને રેલીસ ઈન્ડિયા લિમિટેડના ૧૦,૦૦૦થી વધુ લોકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં સ્થાનિક સમુદાયો અને સરકારી સંસ્થાઓનો સમાવેશ થાય છે કારણ કે તેઓ પૃથ્વીને હરિયાળી બનાવવાના સામાન્ય ધ્યેય માટે એક થયા હતા.
આ પહેલ વિશે વાત કરતા તાતા કેમિકલ્સ લિમિટેડ, મીઠાપુરના ચીફ મેન્યુફેક્ચરિંગ ઓફિસર અને લોકેશન હેડ એન. કામથે જણાવ્યું હતું કે, તાતા કેમિકલ્સ લિમિટેડમાં ટકાઉપણું અને સ્થાનિક સમુદાયોની સેવા પર અમારું ધ્યાન યથાવત છે. માય ગ્રીનિંગ અવર ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરવાનો અનોખો પ્રયાસ છે. પર્યાવરણીય સંતુલન સુનિશ્ચિત કરવામાં વૃક્ષો મુખ્ય છે. આ પહેલ સાથે, અમારું લક્ષ્ય બે આવશ્યક ધ્યેયોને સંબોધવાનું છે, પર્યાવરણને પુનઃસ્થાપિત કરવું અને પર્યાવરણીય જાળવણીના મહત્ત્વ વિશે સ્થાનિક સમુદાયોમાં જાગૃતિ લાવવી. તમામ હિતધારકો તરફથી મળેલા અભૂતપૂર્વ સમર્થને આ પહેલને સફળ બનાવી છે. એક કલાકમાં ૭૦,૦૦૦થી વધુ વૃક્ષો વાવવા એ ન ોંધપાત્ર સિદ્ધિ છે. એકલા ગુજરાતના ઓખામંડળમાં ૪૦,૦૦૦થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ અમારા ચાલી રહેલા હરિયાળી પ્રયાસોનું માત્ર એક પાસું છે અને અમે ભવિષ્યમાં આવી જ પ્રવૃત્તિઓમાં સામેલ થવાની અપેક્ષા રાખીએ છીએ.
'માય ગ્રીનિંગ અવર' પહેલ વિશે વધુ વિગતો રજૂ કરતાં તાતા કેમિકલ્સ લિમિટેડના ચીફ- હેલ્થ, સેફ્ટી, એન્વાયર્નમેન્ટ એન્ડ સીએસઆર, શ્રી આલોક ચંદ્રાએ જણાવ્યું હતું કે, અમે માનીએ છીએ કે આબોહવા પરિવર્તનને ઘટાડવા, જૈવવિવિધતા વધારવા, હવાની ગુણવત્તા સુધારવા અને આર્થિક તથા સામાજિક લાભો માટે વૃક્ષો આવશ્યક છે. આપણી આસપાસની દુનિયા ઝડપથી બદલાઈ રહી છે અને આપણે કુદરતના સંરક્ષણ તરફ ઝડપથી કાર્ય કરવાના અને આપણા લીલા આવરણને વિસ્તારવાના મહત્ત્વને સમજવું અને સ્વીકારવું જોઈએ. તેથી અમે અમારી જાતને એક કલાકમાં શક્ય તેટલા વધુ વૃક્ષો વાવવાનું લક્ષ્ય નક્કી કર્યું અને આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલી દરેક વ્યક્તિએ આ સમાન લક્ષ્ય તરફ કામ કર ્યું. ૭૦,૦૦૦થી વધુ વૃક્ષો રોપવાથી આપણા સમુદાયો અને પૃથ્વી માટે હરિયાળા અને સ્વસ્થ ભાવિનું નિર્માણ કરવાના અમારા વિઝનના ભાગરૂપે તેના અસ્તિત્વની જવાબદારી નિભાવવામાં અમને બધાને સિદ્ધિ અને સંતોષની લાગણી મળી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial