Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાઈકોર્ટમાં પણ નાની તથા માસીને મળી કાનૂની પછડાટઃ
જામનગર તા.૧૯ ઃ જામનગરના સોની સમાજના એક પ્રૌઢા તથા તેમની પુત્રીએ ભાણેજનો કબજો પોતાની પાસે રાખવા માટે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જ્યાં તે બાળકના માતા અને એપેલન્ટના પુત્રીએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી હાઈકોર્ટે તે બાળકનો કબજો માતાને સોંપવાનો હુકમ યથાવત રાખ્યો છે.
જામનગરના જલ્પાબેન આડેસરા નામના સોની મહિલાના પતિનું વર્ષ ૨૦૧૭માં અવસાન થતાં જલ્પાબેન પોતાના નાના બાળક સાથે માવતરે રહેતા હતા. તે દરમિયાન તેઓએ અમદાવાદ ના દેવાંગ સોની સાથે વર્ષ ૨૦૨૨ના જાન્યુઆરીમાં માતા હેમલતાબેન તથા બહેન રાજેશ્રી આડેસરાની ઈચ્છાની ઉપરવટ જઈ લગ્ન કર્યા હતા.
તે પછી જલ્પાબેનના પુત્રનો કબજો તેના નાની, માસીએ રાખી લેતા જલ્પાબેને જામનગરની કોર્ટમાં સર્ચ વોરંટની માંગણી કરતા બાળકનો કબજો માતાને સોંપવાનો હુકમ કરાયો હતો. તે હુકમ સામે જિલ્લા અદાલતમાં કરાયેલી રીવીઝન અરજીમાં પણ બાળકનો કબજો માતાને સોંપવાનો હુકમ થયો હતો.
તે હુકમ સામે નાની, માસીએ હાઈકોર્ટમાં અપીલ કરાતા માતા તરફથી રોકાયેલા વકીલે દલીલ કરી હતી કે, સગીર બાળકનો કબજો માતાની ઈચ્છા વિરૃદ્ધ અન્ય પાસે હોય તો તે ગેરકાયદે અટકાયત જ ગણાય. હાઈકોર્ટે આ બાળકનો કબજો માતાને સોંપી આપવાનો નીચેની કોર્ટનો હુકમ માન્ય રાખ્યો છે. જલ્પાબેન તરફથી વકીલ જયન ગણાત્રા, એમ.આઈ. મન્સુરી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial