Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લાના અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ
ખંભાળિયા તા. ૧૯ઃ રાજ્ય સરકારના રમતગમત યવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ-ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી-દેવભૂમિ દ્વારકા દ્વારકા સંચાલિત અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે તાલુકા કક્ષાની વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર-ર૦રર અનુસાર રાજ્યમાં વસતા અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું તમામ જિલ્લામાં આયોજન કરવાનું નક્કી કરાયું છે. રાજ્યમાં વસતા અનુસૂચિત જાતિના ૧પ થી ૩પ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.
આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓએ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, પ્રથમ માળ, રૃમ નં. સી-૧/ર, સી-૧/ર, સી-૧/૪, જિલ્લા સેવા સદન, ખંભાળિયા જિ. દેવભૂમિ દ્વારકામાંથી ફોર્મ મેળવી લેવું અને જરૃરી આધાર પુરાવા જોડી ફોર્મ કચેરીમાં તા. ર૧-૭-ર૦ર૩ સુધી જમા કરાવવાનું રહેશે. સમયમર્યાદા પછી આવેલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહિં તથા વધારે માહિતી માટે પ્રાંત યુવા વિકાસ અધિકારી વિનોદભાઈ ચૌધરી (મો. ૯૯૦૯૧ ૮૦૦પ૭) તેમજ પ્રાંત યુવા વિકાસ અધિકારી નેહાબેન ભટ્ટ (મો. ૯૬૬૪૮ પ૧૯૧૪) નો સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial