Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિધાનસભાની ચૂંટણી પહેલા અને પછી અપાયેલી ખાત્રીઓ છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં
ખંભાળીયા તા. ૧૯ઃ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા સરકારને અણઉકેલ પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવીને તા. ર૦-૭ થી લડતની શરુઆત કરવાનું એલ્ટીમેટમ અપાયું છે.
ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની બેઠક ગઈકાલે મળી હતી તથા રાજ્ય સરકારને અણઉકેલ પ્રશ્નો અંગે અલ્ટીમેટમ આપી ર૦-૭ થી આંદોલનાત્મક કાર્યક્રમોની શરૃઆતની જાહેરાત કરતા ભારે ચર્ચા જાગી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપેલા આવેદનપત્રમાં જણાવેલ કે પડતર પ્રશ્નો અં અગાઉ વિધાનસભા ચૂંટણી પહેલા સ્વીકાર થયો હતો તથા શિક્ષણમંત્રીએ જાહેરાત પણ કરી હતી. ચૂંટણીબાદ પણ શિક્ષણમંત્રી સચિવ તથા અન્ય અધિકારીઓ દ્વારા શાળાઓમાં નવંું સત્ર શરૃ થાય તે પહેલા પણ જાહેરાતની ખાતરી આપી હતી. પણ ત્રણ-ત્રણ વખત જાહેરાતો છતાં ઠરાવો કરાયા નથી તથા પ૦ દિવસથી શાળાઓ શરૃ થવા છતાં હજુ શાળામાં શિક્ષક, પટાવાળા, કલાર્કની જગ્યાઓ ખાલી છે જેની મોટી અસર શિક્ષણ તથા અન્ય કામગીરીઓ પર પડે છે.
શૈક્ષણિકકર્મીની તાકીદે ભરતી કરવી જ્યાં સુધી કામયી ભરતી ના થાય ત્યાં સુધી પ્રવાસી નીમવા, બીન શૈક્ષણિકની બઢતી કરી ખાલી જગ્યાઓ ભરવી, જુની પેન્શન યોજના ચાલુ કરવી, પરિણામ આધારિત ગ્રાંટ નીતિ રદ કરવી, આચાર્યને પ-૧-૬પ મુજબ એક ઈજાફો આપવો, ૩૦૦ રજાના રોકડ રૃપાંતરનો પત્ર કરવો, જુના શિક્ષકોની ભરતી કરવી જેવા પ્રશ્નોનો નિકાલ તાકીદે કરવો.
આંદોલનાત્મક કાર્યક્રમ આવતીકાલથી શરૃ
આવતીકાલ તા. ર૦-૭-ર૩ થી શાળાઓમાં શિક્ષણ સિવાયની તમામ પ્રવૃત્તિઓ ઓનલાઈન એન્ટ્રી, કલા ઉત્સવ, યુવા ઉત્સવ, તમામ પ્રમાણપત્રોની કામગીરીનો બહિષ્કાર થશે. તમામ જિલ્લા હોદ્દેદારો દરેક જિલ્લામાં કલેકટરને આવેદન પત્ર આપશે. ર૪-૭-ર૩ ના કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યકત થશે તથા વાલી સંમેલન કરાશે. ર૯-૭ ના રોજ ધારાસભ્યો તથા સંસદ સભ્યોને આવેદનપત્ર આપી મીડિયા સમક્ષ પ્રશ્નો અંગે જાણ કરાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial