Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત જનવિજ્ઞાન જાથા આયોજિત કાર્યક્રમમાં પોલીસ અધિકારી-કર્મચારીઓનું કરાયું સન્માનઃ
કાલાવડમાં જનવિજ્ઞાન જાથા દ્વારા દેશવ્યાપી જનજાગૃતિ અભિયાન અંતર્ગત 'સાયન્ટિફીક પર્સેપ્શન' કાર્યક્રમમાં રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ સહિત ઉપસ્થિત રહ્યા હતા. કોઈપણ વ્યક્તિ અંધશ્રદ્ધાનો ભોગ ન બને તે હેતુથી જનજાગૃતિ ફેલાવી સમાજનું રક્ષણ કરનાર તમામનું સન્માન કરવામાં આવ્યું હતું. કાલાવડના આણંદપર ગામમાં થોડા દિવસ પહેલા સ્મશાનમાં ભૂવા સ્થાપવા અંગે કરાતી કાર્યવાહી દરમિયાન ભારત જનવિજ્ઞાન જાથાની ટૂકડી ત્રાટકી હતી. પોલીસની સાથે આવેલા જાથાના કાર્યકરોએ પાંચ ભૂવાનો પર્દાફાશ કર્યાે હતો. ત્યારપછી ગઈકાલે કાલાવડમાં ધનજીભાઈ વસરામભાઈ પટેલ એજ્યુુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના યજમાનપદે માનવ જીવનમાં વિજ્ઞાનના મહત્ત્વ અંગેનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ, કોલેજના પ્રિન્સીપાલ ડો. એન.કે. ડોબરીયા, પ્રો. સુનિલ જાદવ વગેરેએ ઉદ્બોધન કર્યું હતું. તે પછી કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.વી. પટેલ, સ્ટાફના ગિરીરાજસિંહ, ગોપાલભાઈ, કમલેશભાઈ, સાગરભાઈ, માલદેવસિંહ, કુલદીપસિંહ, પ્રકાશભાઈ, નિકાવાના આગેવાન રાજુભાઈ મારવીયા, ભોજાભાઈ વગેરેનું રેન્જ આઈજીએ સન્માન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial