Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ-૧૯૭પમાં સ્થપાયેલી આ સંસ્થા બની છે વટવૃક્ષઃ
જામનગર તા. ૧૯ઃ તાજેતરમાં શ્રી લોહાણા મહિલા સેવા સમાજના ઉપક્રમે જામનગર લોહાણા મહાજનવાડીમાં પ૦ બહેનોને સિલાઈ મશીન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અતિથિવિશેષ જામનગરના મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર લોહાણા જ્ઞાતિના પ્રમુખ જીતુભાઈ લાલ તથા કાકુભાઈ જમનાદાસ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિ તરીકે મુંબઈથી શ્રીમતી ભાનુબેન પધાર્યા હતાં.
કાર્યક્રમના પ્રારંભમાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રીમતી સુલોચનાબેન તન્નાએ સંસ્થાનો અહેવાલ આપણાં જણાવેલ છે કે, ૧૯૭પ માં આ સંસ્થાની સ્થાપના કરી હતી, જે આજે મોટું વૃક્ષ થઈને બહેનોને છાંયડો આપવાનું કામ કરે છે. માત્ર ત્રણ સિલાઈ મશીનથી શરૃઆત કરી, આજ દિવસ સુધીમાં ૬૦૦૦ મશીનો બહેનોને ઘરે પહોંચાડવાનું કામ કરેલ છે. વધુમાં સંસ્થા બાળકોને સ્કોલરશીપ, છાસ કેન્દ્ર, જરૃરિયાતમંદને દવા આપી છુપી મદદ કરે છે જે આજના યુગમાં ઘણું જ જરૃરી છે.
મેયર શ્રીમતી બીનાબેન કોઠારીએ પોતાના પ્રવચનમાં જણાવેલ છે કે, એકલા હાથે ૮પ વર્ષની ઉંમરે જે કામ કરે છે તે વંદનીય છે. સંસ્થાને મારા લાયક કંઈ પણ જરૃરત પડે ત્યારે વિના સંકોચે જણાવવા વિનંતી કરી હતી.
ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ પોતાના પ્રવચનમાં જણાવેલ છે કે, બહેનોને સ્વમાનભેર જીવવા માટે સંસ્થાએ સિલાઈ મશીન આપીને જે ઉમદા કાર્યો કરે છે તે સંસ્થા ખરેખર અભિનંદનપાત્ર છે. અંતમાં પુષ્પાબેન સોમૈયાએ આભારદર્શન કરેલ અને સભાનું સંચાલન ભાવનાબેન પોપટે કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial