Advertisement
Author: નોબત સમાચાર

ઓશવાળ સ્કૂલમાં બે દિવસીય કાર્યક્રમ યોજાયોઃ સ્વાસ્થ્યલક્ષી માર્ગદર્શન અપાયુ

સ્વ. લીલાવતીબેન શાહની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે

જામનગર તા. ૧૯ઃ ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર દ્વારા સ્વ. લીલાવતીબેન રમણીકભાઈ શાહની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે બે દિવસીય કાર્યક્રમનું આયોજન કુંવરબાઈ  જૈન ધર્મશાળામાં કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ૯ તારીખે મ્યુઝિક થેરાપી વિષે માહિતી સાથે ડેમોન્સ્ટ્રેશન આપવા માટે આણંદથી નિષ્ણાત ડો. હેરીશ ગેરસોમ આવ્યા હતા અને ક્યા પ્રકારના રાગ અથવા ગીત સાંભળવાથી રોગમાંથી રાહત અથવા મુક્તિ મળે તે અંગેની માહિતી આપવામાં આવી હતી.  તે ઉપરાંત સંગીતજ્ઞ રાજભા રાણા, તપન પંડ્યા અને રીનાબેન ગજ્જર જૂના ગીત પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.

તા. ૧૦ જુલાઇના નેશનલ  ઈન્સ્ટિટ્યુટ ઓફ હોલિસ્ટિક હેલ્થના ચેરમેન ડો. વિનોદ કશ્યપ આહાર દ્વારા સ્વાસ્થ્ય વિશે માહિતી આપવા માટે દિલ્હીથી આવ્યા હતા. જેમાં નિરોગી જીવનશૈલીને અનુરૂપ આહાર પદ્ધતિ બાબત માર્ગદર્શન કરવામાં આવ્યું હતું.

લીલાવતી નેચર ક્યોર સેન્ટરના ડો. ગરિમા દવે દ્વારા નેચરોપેથી વિષે અને સેન્ટરમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી. કોઈપણ જાતની દવા વગર આપણે કઈ રીતે સ્વસ્થ રહી શકાય તે વિશે સમજણ આપી હતી તેમજ કઈ થેરપી કયા રોગ માટે ઉપયોગી છે તે માહિતી આપ્યા બાદ અમૂક થેરાપી આપણે જાતે જ ઘેર પણ કઈ રીતે લઈ શકાય તે ત્યાં હાજરમાં લીલાવતી નેચર ક્યોર સેન્ટરના થેરાપીસ્ટ દ્વારા ડેમોન્સ્ટ્રેશન આપીને સમજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ યોગ અને ગરબા બન્ને નો સુમેળ કરીને  કઈ રીતે યોગ ગરબા કરી શકાય છે તે સમજાવીને ઉપસ્થિત પ્રેક્ષકો ને યોગ ગરબા કરાવવા  માટે યોગ ગરબાનું પ્રશિક્ષણ લીધેલા બે ટ્રેનર બહેનો વિશ્વા ચુડાસમા અને અપૂર્વી ત્રિવેદી રાજકોટથી આવ્યા હતા.

બે દિવસના કાર્યક્રમ દરમ્યાન પૂર્વ મંત્રી હકુભા જાડેજા તેમજ પૂર્વ મેયર જયશ્રીબેન ઉપસ્થિત રહ્યા હતા.  તેમજ ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન, સર્વે ટ્રસ્ટીઓ, કોલેજના ડાયરેક્ટર, પ્રિન્સિપાલ, એચઓડી અને હરિયા સ્કૂલ તથા કોલેજનો સ્ટાફગણ ઉપસ્થિત હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર્સ તેમની ટીમ સાથે આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

આ બે દિવસ દરમ્યાન પહેલા દિવસે કાર્યક્રમનું સૂત્ર સંચાલન ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના પીઆરઓ શ્રીમતી બંસરીબેન ભટ્ટ અને લીલાવતી નેચર ક્યોર સેન્ટરના ડો. ગરિમા દવે દ્વારા કરવામાં આવ્યું હતું. બીજા દિવસનું સમગ્ર સંચાલન ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના સીઇઓ એડમીન જીપાલભાઈ પટેલે સંભાળ્યું હતું. જામનગરની જનતાએ બહોળી સંખ્યામાં આ કાર્યક્રમનો લાભ લીધો.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોલિસ્ટિક હેલ્થના વાઇસ પ્રેસિડેંટ અમરજીતસિંહ અહલુવાલિયાએ આ સમગ્ર કાર્યક્રમની સફળતા માટે વિશેષ જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh