Advertisement
Author: નોબત સમાચાર

એક્સપોર્ટ પરફોર્મન્સ પિલરમાં ગુજરાત દેશમાં નંબર-૧ઃ ચાર પિલર્સમાં એવરેજ ચોથા ક્રમે

રાજ્યના ટોચના ચાર જિલ્લાઓમાં પણ જામનગર મોખરેઃ

નવી દિલ્હી તા. ૧૯ઃ ઈપીઆઈ-ર૦રર મુજબ ચાર પીલર્સ પૈકી અક્સપોર્ટ પર્ફોર્મન્સ પિલરમાં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે, અને પોલીસી પિલરમાં દ્વિતીય તથા એવરેજ દેશમાં ચોથા ક્રમે રહ્યું છે. ભારતના ટોચના ૧૦ જિલ્લાઓમાં આવેલા ગુજરાતના ૪ જિલ્લાઓમાં પણ જાનમગરનો ફાળો સૌથી વધુ છે, જે આંધ્રપ્રદેશ,ઓડીશા અને હરિયાણાની કુલ યોગદાનની સમકક્ષ છે.

એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઈન્ડેક્સ એ ચાર મુખ્ય આધારસ્તંભોમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ એટલે કે નિકાસ સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટેનું વ્યાપક આકારણી માળખું છે. આ ચાર સ્તંભોમાં પોલિસી, બિઝનેસ ઈકોસિસ્ટમ, એક્સપોર્ટ ઈકોસિસ્ટમ અને એક્સપોર્ટ પર્ફોર્મન્સનો સમાવેશ થાય છે.

નાણાકીય વર્ષ ર૦ર૧-રર માટે ઈપીઆઈ ર૦રર મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું હતું અને નીતિ આયોગ દ્વારા ૧૭ જુલાઈ ર૦ર૩ ના તેની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે એક્સપોર્ટ પર્ફોર્મન્સ પિલરમાં પ્રથમ અને પોલિસી પિલરમાં બીજો ક્રમાંક મેળવ્યો છે. ૧ર૬ બિલિયન યુએસ ડોલરથી વધુની નિકાસ સાથે ગુજરાત નાણાકીય વર્ષ ર૦ર૧-રર માં મર્ચન્ડાઈઝ નિકાસમાં ભારતમાં અગ્રેસર હતું, જે ભારતની કુલ મર્ચન્ડાઈઝ નિકાસમાં ૩૦ ટકા હિસ્સો ધરાવે છે.

અગાઉના વર્ષ (નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧) માટે ગુજરાતની મર્ચન્ડાઈઝ નિકાસ ૬૩ બિલિયન યુએસ ડોલર હતી, એટલે વૃદ્ધિની દૃષ્ટિએ જોઈએ તો ગુજરાતે તેના નિકાસ મૂલ્યને બમણું કર્યું છે. તમામ પિલર્સના વેઈટેજનો સરવાળો કરીએ તો ગુજરાત ૭૩.રર નો સ્કોર હાંસલ કરીને ચોથા ક્રમે રહ્યું હતું.

ગુજરાતમાંથી થતી મર્ચન્ડાઈઝ નિકાસ તેની ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં ૩પ ટકા યોગદાન આપે છે, જે તમામ રાજ્યોમાં સૌથી વધુ ટકાવારી છે. વધુમાં નાણાકીય વર્ષ ર૦ર૧-રર માં ૪ર૩૪ નવા નિકાસકારો સાથે ગુજરાતમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કરતા નિકાસકારોની સંખ્યામાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો.

ઈપીઆઈ ર૦રર ના અહેવાલ મુજબ ભારતના ટોચના દસ જિલ્લાઓમાં ગુજરાતના ૪ જિલ્લાઓ છે અને નિકાસની દૃષ્ટિએ ટોચના રપ જિલ્લાઓમાં ૮ જિલ્લાઓ છે, જે દેશના તમામ રાજ્યોમાં સૌથી વધુ છે. ગુજરાતના ટોચના ૪ જિલ્લાઓ, જામનગર, સુરત, ભરૃચ અને અમદાવાદ ભારતમાંથી થતી કુલ મર્ચન્ડાઈઝ નિકાસમાં પાંચમા ભાગથી વધુ યોગદાન આપે છે. ભારતમાંથી થતી કુલ મર્ચન્ડાઈઝ નિકાસમાં જામનગર એકલું જ સૌથી વધુ ફાળો (૧ર.૧૮ ટકા) આપે છે, જે આંધ્રપ્રદેશ, ઓડિશા અને હરિયાણાના કુલ યોગદાનની સમકક્ષ છે.

રિપોર્ટમાં જિલ્લાઓને કેન્દ્રમાં રાખીને ગુજરાતમાં નિકાસની કામગીરી વધારવાના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી છે. ગુજરાતે જિલ્લા સ્તરે નિકાસની કામગીરીને વેગ અને પ્રોત્સાહન મળે તે માટે તમામ ૩૩ જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન કમિટીની રચના કરી છે અને ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન પ્લાન તૈયાર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ર૦૩૦ સુધીમાં ભારતના ૧ ટ્રિલિયન યુએસ ડોલર મર્ચન્ડાઈઝ નિકાસના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે સક્રિય નીતિગત પગલાં લેવાનું ચાલુ રાખશે અને માળખાગત સુવિધાઓને મજબૂત કરશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh