Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા વિકાસ અધિકારીએ હકારાત્મક અભિગમની ખાત્રી આપી
જામનગર તા. ૧૯ઃ જિલ્લા પંયાયતના કર્મચારીઓના પ્રશ્નો-રજૂઆતોના નિરાકરણ માટે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને વરિષ્ઠ અધિકારીઓ તથા કર્મચારી સંઘ અને વિવિધ મંડળો સાથેની બેઠક મળી હતી જેમાં વિસ્તૃત ચર્ચા-પરામર્શ થયો હતો.
જામનગર જિલ્લા પંચાયતના તમામ વરિષ્ઠ અધિકારીઓ તેમજ પંચાયત કર્મચારી સંઘના હોદ્દેદારો અને વિવિધ કર્મચારી મંડળોના પ્રતિનિધિઓ સાથે કર્મચારીઓના પડતર પ્રશ્નો/રજૂઆતો માટે બેઠક મળી હતી. જેમાં પંચાયતની તમમ કેડરો (પ્રાથમિક શિક્ષકો, તલાટીઓ, વિસ્તરણ, અધિકારીઓ, આરોગ્ય કર્મીઓ, હિસાબી અને વહીવટી કારકૂનો, મુખ્ય સેવિકા, ટેકનિકલ કર્મચારીઓ, પટાવાળા તરફથી રજૂઆતો કરવામાં આવી હતી.
આ બેઠકમાં કર્મચારીઓની માંગણી મુજબની બદલીઓ કરવા, વિવિધ કેડરના કર્મચારીઓને ખાતાકીય પરીક્ષા પાસ કરવાની શરતે શરતી બઢતી આપવા, ડીઆરડીએની એબિયન્સમાં ગયેલ જગ્યાઓ પુનઃજિવીત કરવા, આઈસીડીએસ શાખામાં કચેરી અધિક્ષકની જગ્યા બઢતીથી ભરવા, તમામ કર્મચારીઓના રેગ્યુલર હેલ્થ ચેક-અપ કરવા સહિત કુલ ૧૬ પ્રશ્નો માટે રજૂઆતો કરવામાં આવી હતી.
ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ, ડેપ્યુટી ડીડીઓ અંગત માંડોત, હિસાબી અધિકારી ઘેલાણી, આરોગ્ય અધિકારી ભાયા, કાર્યપાલક ઈજનેર છૈયા, તેમજ તમામ શાખાઓના વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારી સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, કર્મચારી સંઘના પૂર્વ પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમાર, ઉપપ્રમુખો વજુભા જાડેજા અને નિલેશ ઓઝા, સચિવ એસ.પી. સેજપાલ, ખજાનચી હડિયાભાઈ તેમજ વિવિધ મંડળોના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી વગેરે બેઠકમાં હાજર રહ્યા હતાં.
કર્મચારી સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ ડીડીઓ તેમજ હાજર તમામ અધિકારીઓનું સ્વાગત કર્યું હતું. સમગ્ર બેઠકનું સંચાલન કર્મચારી સંઘના સચિવ એસ.પી. સેજપાલએ તેમજ આભારવિધિ ઉપપ્રમુખ વજુભા જાડેજાએ કરી હતી. આ બેઠક દરમિયાન તમામ પ્રશ્નો/રજુઆતોને ડીડીઓ દ્વારા સાંભળવામાં આવ્યા અને હકારાત્મક અભિગમ કેળવી પ્રશ્નોના ઉકેલ માટે ખાત્રી આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial