Advertisement
Author: નોબત સમાચાર

એક વર્ષમાં ૩૦ થી વધુ જોબફેર યોજી એક હજારથી વધુ ઉમેદવારોને મળી નોકરીની તક

દ્વારકા જિલ્લામાં રોજગારી કચેરી દ્વારા

ખંભાળિયા તા. ૧૯ઃ જિલ્લા રોજગાર કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા વર્ષ ર૦રર-ર૩ માં ૩૦ કરતા વધારે જોબફેરનું આયોજન કરી ૧ હજાર કરતા વધારે ઉમેદવારોની પસંદગી કરાઈ હતી.

જિલ્લા રોજગાર કચેરીમાં નોંધાયેલ ઉમેદવારોને રોજગારીની તકો મળે તે હેતુથી ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓઅને રોજગાર વાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળે તે હેતુથી ઔદ્યોગિક ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં વર્ષ ર૦રર-ર૩ માં ૧ર૭ ખાલી જગ્યાની નોંધણી કરવામાં આવી હતી. જિલ્લા રોજગાર કચેરી દ્વારા ૩૪ જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ૧૦૩૪ જેટલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી.

રોજગાર કચેરીના સંપર્કમાં આવતા ઉમેદવારોને વધુ અભ્યાસની તકો, નોકરીની તકો, સંરક્ષણ દળોમાં રોજગારી તથા સ્વરોજગારી વિષયક માહિતી અને માર્ગદર્શન પૂરૃં પાડવામાં આવે છે તેમજ શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમજ શાળા-કોલેજના શિક્ષકો દ્વારા વ્યવસાય માર્ગદર્શન જેવું કે, વધુ અભ્યાસની તકો, નોકરીની તકો, સ્વરોજગારી અંગે માહિતી/માર્ગદર્શન મળે તે માટે રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા ૧૭ શાળાઓ તથા ૧ કોલેજમાં કેરિયર કોર્નર ચલાવવામાં આવે છે. વર્ષ ર૦રર-ર૩ કુલ વ્યક્તિગત માર્ગદર્શન-પ૦, જુથ વાર્તાલાપ-૩૦૭, નોંધણી સમયે માર્ગદર્શન-૧૦૩ર, જુના કેશોનું પુનઃમૂલ્યાંકન-ર૦ર ની માહિતી આપવામાં આવેલી છે.

રાજ્યના યુવાનોની શારીરિક ક્ષમતામાં વધારો થાય અને સંરક્ષણ દળો જેવા કે આર્મી, નેવી, એરફોર્સ, પેરા મિલિટરી ફોર્સ, પોલીસ ફોર્સ વગેરેમાં કારકિર્દી બનાવવા આગળ આવે તે માટે સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમ અંગેની યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. જેમાં વિદ્યાર્થીઓને ૩૦ દિવસની શારીરિક ક્ષમતા માટે અને લેખિત પરીક્ષા માટેની રહેવા અને જમવાનો ખર્ચ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. તેમજ ઉમેદવારોને પ્રતિદિનના ૧૦૦ રૃપિયા લેખે સ્ટાઈપેન્ડ પણ ચૂકવવામાં આવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh