Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાર્ષિક બજેટ મંજુર નહીં કરાતા
ખંભાળિયા તા. ૧૯ઃ ટીંબડી ગ્રામ પંચાયત નિયમ મુજબ ગ્રામ પંચાયનું વાર્ષિક બજેટ મંજુર ન કરી શકતા આ અંગે રાજ્યના વિકાસ કમિશનર દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ ટીંબડી ગ્રામ પંચાયતનું વિસર્જન કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે.
ખંભાળિયા તાલુકાની ટીંબડી ગ્રામ પંચાયત કે જેમાં નવ સભ્યોનું સંખ્યાબળ છે અને તેની ધોરણસરની મુદ્ત તારીખ ૧૮ જાન્યુઆરી ર૦ર૭ ના પૂૃણ થનાર છે, ત્યારે ટીંબડી ગ્રામ પંચાયતનું વર્ષ ર૦ર૩-ર૪ નું વાર્ષિક અંદાજપત્ર ૩૧ માર્ચ ર૦ર૩ સુધીમાં મંજુર કરવાનું થતું હતું, પરંતુ મુદ્તમાં બજેટ નામંજુર થતા દેવભૂમિ દ્વારકા જિલ્લા વિકાસ અધિકારીના તારીખ ર૪ એપ્રિલ ર૦ર૩ ના પત્રને અનુલક્ષીને ૧૯૯૩ ના ગુજરાત પંચાયત અધિનિયમની કલમ રપ૩ હેઠળ આ ગ્રામ પંચાયત વિરૃદ્ધ કાર્યવાહી કરવા દરખાસ્ત કરવામાં આવી હતી.
આ અંગે ખુલાસો કરવા પત્ર લખતા તારીખ ૯ મે ર૩ ના પત્ર દ્વારા બજેટ મંજુર કરવા સંદર્ભે કોઈ નિર્ણય કરેલ ન હોય, જેથી તારીખ ૧૬ જૂનના વીડિયો કોન્ફરનસથી સુનાવણી યોજાયેલી હતી, જે વાવાઝોડાના કારણોસર ન થઈ શકતા તારીખ ૩ જુલાઈ સુધી આ સુનાવણી મુલતવી રાખવામાં આવી હતી.
આ સુનાવણીમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, તલાટી, સરપંચ, ઉપસરપંચ વિગેરે હાજર રહ્યા હતાં અને સુનાવણી દરમિયાન ગ્રામ પંચાયતના ચાર સભ્યો દ્વારા ગ્રામ પંચાયતનું વિસર્જન કરવા સામે તેઓને કોઈ વાંધો-તકરાર ન હોવાનું જણાવ્યું હતું.
આ સમયગાળા દરમિયાન રજૂ કરવામાં આવેલું અંદાજપત્ર વિવિધ કારણોસર નામંજુર થયું હતું. આમ બજેટ નામંજુર થયેલ હોય, ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં રૃકાવટ આવે તેમ હોવા ઉપરાંત ગ્રામ પંચાયતનો વહીવટ સ્થગિત થઈ જાય તેવી પરિસ્થિતિ વચ્ચે તારીખ ૧પ, ર૪ અને ૩૧ માર્ચની બેઠકમાં ચાર વિરૃદ્ધ પાંચ મતે બજેટ નામંજુર થતાં ગ્રામ પંચાયત અસમર્થ અને નિષ્ફળ નિવડેલ હોવાનું જણાવી, કલમ રપ૩ અન્વયે ટીંબડી ગ્રામ પંચાયતનું વિર્જન કરવા માટેનો આદેશ તારીખ ૧પ જુલાઈના પત્રથી વિકાસ કમિશનર સંદિપકુમાર દ્વારા કરવામાં આવ્યો છે.
તાલુકામાં સંભવિત રીતે ગ્રામ પંચાયતના વિસર્જનના પ્રથમ વખત બનેલા આ બનાવે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial