Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે દફન કરાયેલા મૃતદેહને બહાર કઢાવ્યો હતોઃ
જામનગર તા.૧૯: લાલપુરના ટેભડા ગામના એક પરિણીતાએ ગળાફાંસો ખાઈ લીધા પછી મૃતદેહની દફનવિધિ કરવામાં આવી હતી. મૃતકના પિતાએ પુત્રીના મૃત્યુ પ્રત્યે શંકા વ્યક્ત કરી પોલીસનો સંપર્ક કરતા એસડીએમના આદેશથી પોલીસે દફન કરાયેલો મૃતદેહ બહાર કઢાવી પેનલ પી.એમ. માટે જામનગર ખસેડ્યો હતો. તે પછી ગઈકાલે મૃતકના પિતાએ પોતાની પુત્રીને ત્રાસ આપી મરી જવા મજબૂર કરનાર જમાઈ, વેવાઈ સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી છે.
લાલપુર તાલુકાના ટેભડા ગામમાં રહેતા પૂજાબેન પ્રવીણભાઈ રાઠોડ (ઉ.વ.ર૧) નામના પરિણીતાએ ગઈ તા.પ જુલાઈની સાંજે પોતાના ઘરમાં છતમાં રહેલા હુંકમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની પરિવારજનોને જાણ થતાં તેણીને નીચે ઉતારી ચકાસાતા પૂજાબેન મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા.
ત્યારપછી પૂજાબેનના પતિ પ્રવીણભાઈએ લાલપુર તાલુકાના સણોસરા ગામમાં રહેતા સસરા ચનાભાઈ ગોવિંદભાઈ વાઘેલા સહિતના વ્યક્તિઓને જાણ કરી હતી. દોડી આવેલા પિયરપક્ષની ઉપસ્થિતિમાં આ પરિણીતાની અંતિમવિધિ કરાઈ હતી.
ત્યારપછી મૃતક મહિલાના પિતા અને લાલપુર તાલુકાના સણોસરા ગામના ચનાભાઈ ગોવિંદભાઈ વાઘેલાએ લાલપુર પોલીસ મથકમાં દોડી જઈ પીએસઆઈ એમ.એન. જાડેજા સમક્ષ પોતાની પુત્રી પૂજાબેને આત્મહત્યા કરી છે કે કેમ ? તે બાબતની શંકા વ્યક્ત કરતા પોલીસે દફન કરેલા મૃતદેહને બહાર કઢાવવા માટે લાલપુરના પ્રાંત અધિકારીને મંજૂરી માંગી હતી. તે મળી જતાં પોલીસે એસડીએમની ઉપસ્થિતિમાં મૃતદેહને બહાર કઢાવ્યા પછી પેનલ પી.એમ. માટે જામનગરની મેડિકલ કોલેજમાં ખસેડ્યો હતો.
તે પછી ગઈકાલે લાલપુર પોલીસ સ્ટેશનમાં ચનાભાઈએ વિધિવત ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમની પુત્રી પૂજાબેને પતિ પ્રવીણ, સસરા દેવાભાઈ વેજાભાઈ રાઠોડ, નણંદ પાયલ રાઠોડે ઓછો કરિયાવર લાવી છો તેમ કહી ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું તેનાથી કંટાળી જઈ ગઈ તા.૫ના દિને પૂજાબેને પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. પોલીસે આઈપીસી ૩૦૬, ૪૯૮ (ક), ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial