Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લામાં રપ હજાર જેટલા ખેડૂતોએ લીધી છે તાલીમઃ જામનગર જિલ્લો પણ જાગૃતઃ
ખંભાળિયા તા. ૧૯ઃ વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ એ સમયની જરૃરિયાત છે. પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી બે તદ્ન અલગ બાબતો છે. ખેડૂતોનો ખર્ચ ઘટે, ઉત્પાદન વધે અને ઉપજનો ઉચિત ભાવ મળે એ જ પ્રાકૃતિક કૃષિઓ ઉદ્દેશ છે અને લોકોને પોષણયુક્ત અનાજ-પાક મળે અને ખેડૂતોની આવક વધે એ માટેનું નવજાગરણ અભિયાન છે. તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વીડિયો કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું.
રાજભવન ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ વિષય પર પરિસંવાદમાં ઉપસ્થિત વિવિધ સમાચાર માધ્યમોના તંત્રીઓ-પ્રતિનિધિઓને સંબોધિત કરતા રજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવું એ સમયની જરૃરિયાત છે. વધતા જતા ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો, ઘટી રહેલા કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય છે.
રાજ્યપાલે દેશમાં થયેલી હરિયાળી ક્રાંતિની વાતથી શરૃઆત કરતા જણાવ્યું કે લગભગ ૬૦ ના દાયકામાંથયેલા અભ્યાસ અનુસાર ભારતની જમીનમાં બેથી અઢી ટકા કાર્બન હતો, પરંતુ એ સમયની જરૃરિયાત અનુસાર યુરિયા સહિતના રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધવાના કારણે આજે આ પ્રમાણ ૦.પ થી પણ ઓછું થઈ ગયું છે. જેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે. એટલું જ નહીં, જમીન, હવા અને પાણી પ્રદૂષિત થયા છે તેમજ વિવિધ રોગોનું પ્રમાણ પણ વધયું છે.
આ પ્રકારની વિવિધ સમસ્યાના ઉપાય માટે પ્રાકૃતિક કૃષિ પર ભાર આપતા રાજ્યપાલે જણાવ્યું કે, રાસાયણિક ખેતીના ઉપાયરૃપે જૈવિ ખેતીનો વિકલ્પ આપવામાં આવ્યો, પરંતુ તેનાથી મહેનત અને ખર્ચ તો નથી ઘટતો, પણ ઉલટા ઉપજ એકાએક ઘટી જાય છે. એટલું જ નહીં, અંતે તો તે પણ વાતાવરણને નુક્સાન જ કરે છે.
તેમણે ઉમેર્યું કે જે રીતે જંગલમાં વૃક્ષોને કુદરતી રીતે જ પોષણ મળે છે, તયાં કોઈ પ્રકારના ખાતર વીના જ આપોઆપ ફળ આવી જાય છે. પ્રાકૃતિક ખેતીમાં પણ જીવામૃત અને ધન જીવામૃત આધારિત કુદરતી પદ્ધતિઓ દ્વારા ખેતી પોષણક્ષમ તો બને જ છે, જ્યારે ખેડૂતોનો ખર્ચ પણ શૂન્ય થઈ જાય છે.
રાજ્યપાલે યુનેસ્કોના રિપોર્ટનો હવાલો આપતા જણાવ્યું કે, જો રાસાયણિક ખાતરોનો ઉપયોગ આજે ઘટાડવામાં નહીં આવે તો આગામી ૪૦-પ૦ વર્ષમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના કારણે જમીન સદંતર બિનઉપજાઉ બની જશે. તદુપરાંત વિદેશથી મંગાવવામાં આવતા યુરિયા અને અન્ય રાસાયણિક ખાતરોમાં દેશનું હુંડિયામણ પણ ખર્ચ થાય છે, જ્યારે પ્રાકૃતિક કૃષિ થકી જમીનના પોષક તત્ત્વો પણ જમીનમાં જ જળવાઈ રહે છે તેમજ વરસાદી પાણી પણ જમીનમાં ઉતરવાના કારણે જમીનનું જળસ્તર પણ ઊંચુ આવશે.
તેમણે જણાવ્યું કે, દેશી ગાયના એક ગ્રામ ગોબરમાં ૩૦૦ કરોડ જીવાણું હોય છે. આવી ગાયના ગોબર અને ગોમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતીના કારણે પ્રથમ વર્ષથી જ પૂરેપૂરૃ ઉત્પાદન મળે છે. એટલું જ નહીં, ખેડૂતોનો ખર્ચ પણ શૂન્ય થવાથી તેમની આવક બમણી કરવાનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન પણ સિદ્ધ કરી શકાશે. આ માટે તેમણે અળસિયા આધારિત કુદરતી ખાતર બનાવવાની વિધિ જીવામૃત, ધન જીવામૃત, આચ્યાદન વિશે પણ વિગતવાર સમજણ આપી હતી.
રાજ્યમાં પ્રાકૃતિક ખેતી અપનાવનારા ખેડૂતોની સંખ્યામાં થયેલી વૃદ્ધિ વિશે વિગતો આપતા રાજ્યપાલે જણાવ્યં કે, છેલ્લા ચાર વર્ષ દરમિયાન રાજ્યમાં ૭.૧૩ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે, જ્યારે માત્ર છેલ્લા ત્રણ માસમાં ૧૦.૩૯ લાખ ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, આઝાદીના ૭પ વર્ષના અનુસંધાને આયોજિત ખેડૂત સંમેલનમાં વડાપ્રધાને દેશની પ્રત્યેક ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા ૭પ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી બનાવવા આહ્વાન કર્યું હતું. પરિણામસ્વરૃપ આજે ગુજરાતની પર૩૩ ગ્રામ પંચાયતોમાં ૭પ કે તેથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે. જેમાં બીજી ૩૬૭૯ જેટલી પંચાયતો આગામી એકાદ માસમાં ઉમેરો થવાની સંભાવના દર્શાવી હતી.
રાજ્યપાલે કહ્યું કે, આ એક સામૂહિક પ્રયાસ છે, ત્યારે નવજાગરણના આ કામમાં જોડાઈને રાજ્યના ખેડૂતોમાં તેમજ સામાન્ય નાગરિકોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ પ્રસારિત કરવા વિવિધ માધ્યમોના પ્રતિનિધિઓને અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં રાજ્યપાલના અગ્રસચિવ રાજેશ માંજુ, મુખ્યમંત્રીના સચિવ સુશ્રી અવંતિકા સિંઘ, માહિતી નિયામક ધીરજ પારેખ, આત્મા પ્રોજેક્ટના ખાસ ફરજ પરના અધિકારી દિનેશ પટેલ તેમજ વિવિધ પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક તથા રેડિયો અને તંત્રીઓ, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં. જ્યારે જિલ્લા કલેક્ટરની કચેરી, ખંભાળિયાથી પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી જોડાયા હતાં, જ્યારે જામનગર તથા જામનગર જિલ્લાઓની કલેક્ટર કચેરીઓમાંથી જિલ્લાના અધિકારીઓ તથા સ્થાનિક જિલ્લાના પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો આ કોન્ફરન્સમાં જોડાયા હતાં.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ર૪,૭૭૯ ખેડૂતોને જિલ્લાના જુદા જુદા ગામમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ આપવામાં આવી છે તેમજ જિલ્લામાં કુલ પ૩૮૪ ખેડૂતો ૭૦૧૩ એકર જમીનમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. મે-ર૦ર૩ થી પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત ૧૦-ગામ દીઠ એક કલસ્ટર પ્રામાણે જિલ્લામાં કુલ ર૪ કલસ્ટરમાં એક ટેકનિકલ માસ્ટર ટ્રેનર અને એક ફાર્મર માસ્ટર ટ્રેનરની નિમણૂક કરીને ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ આપવામાં આવી રહી છે.
આ ઉપરાંત જિલ્લામાં ૬ જગ્યાએ પ્રાકૃતિક ખેત પેદાશોનું વેંચાણ કેન્દ્રો ચાલુ છે અને દેશી ગાય નિભાવ ખર્ચ હેઠળ જિલ્લાના ૧ર૭૭ ખેડૂત લાભાર્થીઓને અત્યાર સુધીમાં રૃા. ૧૪૬.પ૧ લાખની ચૂકવવામાં આવી છે, તેવી માહિતી પણ આ પરિસંવાદ દરમિયાન અપાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial