Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળીયા તા. ૧૯ઃ રોજગાર વિનિમય કચેરીઓના અધિનિયમ (ખાલી જગ્યાઓની ફરજીયાત જાણ -સીએનવી એકટ ૧૯૫૯ હેઠળની જાહેરક્ષેત્રની સરકારી, અર્ધસરકારી કચેરીઓ તથા માન્ય નિગમ-બોર્ડ અને બેંક તેમજ ખાનગી ક્ષેત્રની કંપની, ફેકટરી, કોન્ટ્રાકટ, શૈક્ષણિક સંસ્થાઓ, હોટેલ્સ અને તમામ એકમોના સક્ષમ સત્તાધિકારીને તાકીદ કરવામાં આવે છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સીએનવી એકટ ૧૯૫૯ અંતર્ગત જિલ્લામાં આવેલા એકમો પૈકી જે એકમોએ પોતાના એકમની નોંધણી જિલ્લા રોજગાર કચેરીમાં કરાવેલ નથી તથા ખાલી જગ્યાઓની ફરજીયાત જાણ કરવામાં આવતી નથી. તેમજ જિલ્લા રોજગાર કચેરીમાં ત્રિમાસિક ઈ.આર.-૧ સબમિશન કરાવતા નથી તેવા તમામ એકમો સીએનવી અધિનિયમ ૧૯૫૯ ના ૩૧ ની કલમ ૪ ની પેટા કલમ (૧)(૨)(૩)(૪) તથા કલમ ૫ ની પેટા કલમ (૧) (૨) નો ઉલ્લંઘન કરે છે. આ તમામ એકમોને તાકીદ કરવામાં આવે છે કે, વહેલી તકે જિલ્લા રોજગાર કચેરીમાં એકમની નોંધણી, ખાલી જગ્યાની જાણ તથા ત્રિમાસિક ઈ.આર.-૧ નિયમિત જમા કરાવવાનું રહેશે. જે સંસ્થાઓ આમ કરવામાં કસુરવાર ઠરશે, તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા રોજગાર કચેરી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial