Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન્ફ્લ્યુએન્સર બુક અને બે વર્લ્ડ રેકોર્ડ નોંધાવનાર
દ્વારકા તા. ૧૯ઃ અમદાવાદના મોહનીશ ભાવસારના પાંચ વર્ષના પુત્ર વ્યોમ ભાવસારે કમાલ કરી નાખી છે. તાજેતરમાં વ્યોમ ભાવસારે ઈન્ફ્લ્યુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એક સાથે બબ્બે વિશ્વ વિક્રમો પોતાના નામે અંકિત કરી દીધા હતાં.
વ્યોમ ભાવસારે તાજેતરમાં માત્ર સાડા પાંચ વર્ષની ઉંમરમાં શિવતાંડવ સ્ત્રોતમ્ કંઠસ્થ કરવો તેમજ આ સ્તોત્રને માત્ર બે મિનિટ અને ચાર સેકન્ડમાં બોલવાના એમ બબ્બે વિશ્વ વિક્રમ તેના નામે અંકિત કર્યા હતાં. જે અનુસંધાને ઈન્ફ્લ્યુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી ગઈકાલે તેમના પરિવારને એવોર્ડ અને ટ્રોફી લેવા બોલાવાયેલ, પરંતુ પરિવારની ઈચ્છાને માન આપી આ એવોર્ડ દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજના હસ્તે લેવાનું નક્કી થયા પછી ગઈકાલે શારદાપીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજે તેમના ચાલી રહેલ ચાતુર્માસ અંતર્ગત ધર્મસભા દરમિયાન અમદાવાદના ભાવસાર પરિવારને ઈન્ફ્લ્યુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી આપવામાં આવેલ ટ્રોફી અને મેડલ એનાયત કર્યા હતાં.
ભાવસાર પરિવાર શંકરાચાર્ય હસ્તે મેળવેલ સિદ્ધિના પ્રમાણો મેળવી ગદ્ગદ થયો હતો. વ્યોમના પિતા મોહનીશ ભાવસારે જણાવેલ કે સામાન્યતઃ શિવ તાંડવ કંઠસ્થ કરતા છ થી આઠ માસ લાગે છે અને ઘણાં પંડિતો જેને બોલી નથી શકતા તે ભગવાન શિવના પ્રમુખ સ્તોત્રો પૈકીના શિવતાંડવ સ્તોત્રને વ્યોમે માત્ર બે માસમાં જ કંઠસ્થ કરી લીધું હતું. આ ઉપરાંત વ્યોમ થોડા શ્લોક તથા ચાલીસા પણ બોલી જાણે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial