Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૮૯ થી વધુ વિદ્યાર્થિનીઓને અપાયું માર્ગદર્શન
ખંભાળીયા તા. ૧૯ ઃ જૈન કન્યા વિદ્યાલયે અનોખી પહેલ કરી છે. આ સ્કૂલ દ્વારા જળ એ જ જીવન છે. વિષય ઉપર પરિસંવાદ યોજાઈ ગયો.
હાલાર કેસરી પ્રાચીન સાહિત્યોત્ધારક પરમપૂજ્ય શ્રી વિજય જીનેન્દ્રસુરીશ્વરજી મ.સા. ના આશીર્વાદ અને પ્રેરણાથી નિર્માણ પામેલ જૈન કન્યા વિદ્યાલય (પ્લેહાઉસથી ધોરણ ૧ થી ૧ર), ૪પ દિગ્વિજય પ્લોટ જામનગરમાં તા. ૧૩-૭-ર૩ ગુરૃવારના બીજેએસ - જૈન સંગઠનના ફાઉન્ડેશન, જામનગર આયોજીત જળ એ જ જીવન પર જનજાગૃતિ પ્રોજેકટનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાળકોના સર્વાંગી વિકાસ માટે ફકત પુસ્તકિયું જ્ઞાન જ નહીં પરંતુ સાંપ્રત સમસ્યાઓ અને વિવિધ વિષયોનું પણ જ્ઞાન અને સંસ્કારનું સિંચન જરૃરી છે, તેવી સમજ સાથે જૈન કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને કેળવણી આપવામાં આવે છે. પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું એ આજના સમયની તાતી માંગ છે. જળ એ જીવન છે આ સુત્રથી વાકેફ હોવા છતાં લોકોએ જળ એટલે કે પાણી અને પર્યાવરણને આપણે સહુએ મોટું નુકસાન પહોંચાડ્યું છે.
કહેવાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થશે. આ પરિસ્થિતિ રોકવાની ફકત સરકારની જવાબદારી નથી પ્રત્યેક નાગરિકે સભાનતા પૂર્વક પર્યાવરણ અને પ્રકૃતિનું રક્ષણ કરવામાં એકજુથ થવું પડશે. તેના માટે જન-જાગૃતિ અને જન-આંદોલન જરૃરી છે. બીજેએસ - ભારતીય જૈન સંગઠન જેવી અનેક સંસ્થાઓ પાણી અને પર્યાવરણના રક્ષણ, જતન અને સંવર્ધન અર્થે ચિંતીત છે અને જન જાગૃતિનું સરાહનીય કાર્ય કરે છે. જૈન કન્યા વિદ્યાલયમાં વિશ્વાસભાઈ શેઠ દ્વારા ૧૮૯ થી વધુ વિદ્યાર્થીનીઓ અને તમામ શિક્ષકોને પાણીનું મહત્વ, રોજીંદા વપરાશમાં પાણીનો વપરાશ કેમ ઘટાડવો, બગાડ કેમ રોકવો, પાણી થતું પ્રદુષણ અટકાવવું, વાપરેલું પાણી ફરી ઉપયોગમાં લેવું અને ખાસ તો ગગનથી વરસતા અમૃત સમા વરસાદી પાણીને શા માટે કરવું જરુરી છે અને કઈ રીતે સંચિત કરવંું તે વિષે વિદ્યાર્થિઓને સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત સર્વે વિદ્યાર્થિઓ અને શિક્ષકોએ પાણીના યોગ્ય ઉપયોગ કરવાના, વપરાશ ઘટાડવા, બગાડ રોકવા અને અન્યને પણ તેમ કરવા માટે જનજાગૃતિ ફેલાવવા માટે જળ શપથ લીધા હતાં. બીજેએસ જૈન સંગઠન ફોઉન્ડેશન જામનગરના કો-ઓર્ડીનેટર , જલયોદ્ધા, જૈન રત્ન વિભૂષિત શરદભાઈ શેઠ, પ્રમુખ જીગ્નેશભાઈ શાહ, માનદ મંત્રી આદેશભાઈ મહેતા, નવીનભાઈ કોઠારી અને હિતેશભાઈ મહેતા પણ આ કાર્યક્રમમાં જોડાયા હતાં. સમગ્ર કાર્યક્રમનું સૂચારું આયોજન શાળાના આચાર્યોએ કર્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી હિમતલાલ કે. શાહ, કમિટી મેમ્બર કલાબેન શાહ, સૂર્યાબેન શાહ તથા આચાર્યા અને શિક્ષિકાબહેનો હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial