Advertisement
Author: નોબત સમાચાર

પરિણીતાની મદદે ધસી ગઈ ૧૮૧ ટીમ

આશ્રય અપાવી માતા-પિતાને કરાઈ જાણઃ

જામનગર તા.૧૯ ઃ કાલાવડના એક ગામમાં રહેતી યુવતીએ પોતાને જેઠ, સસરા મારતા હોવાની અને જમવાનું આપતા ન હોવાની જાણ પોતાના માતા-પિતાને કર્યા પછી આ મહિલાની વ્હારે ૧૮૧ની ટીમ આવી પહોંચી હતી.

કાલાવડ તાલુકાના એક ગામમાં રહેતા પરિણીતાએ પોતાના માતા-પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે, સસરા તથા જેઠે તેણીને મારકૂટ કરી છે અને ઘરમાં પૂરી રાખવામાં આવી છે. તેમજ બે દિવસથી જમવાનું પણ આપવામાં આવતું નથી. પુત્રીના આ સંદેશાથી વિહવળ બનેલા માતા-પિતા કે જેઓ બીજા જિલ્લામાં રહે છે તેઓએ સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યાે હતો.

ત્યાંથી પોલીસે જણાવ્યું હતું કે, આ પ્રકારના કિસ્સામાં ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈન મદદ કરી શકે છે તેથી આ યુવતીના માતાએ ૧૮૧માં કોલ કરી પોતાની પુત્રીનું સરનામુ જણાવ્યું હતું.

સરનામા પરથી અભયમ્ ટીમના કાઉન્સેલર મનિષાબેન વઢવાણા, પોલીસકર્મી ઈલાબા ઝાલા ત્યાં પહોંચ્યા હતા અને તેઓએ આ યુવતી સાથે વાત કરતા તેણીએ છેલ્લા ચૌદ મહિનાથી પિયર જવા દેવામાં આવી ન હોવાનું અને જેઠ, સસરા નશાની હાલતમાં મારતા હોવાનું તથા પિયર જવાનું કહે તો તેણીનું બાળક લઈ લેવાનું કહેવાતું હોવાનું જણાવ્યું હતું. આ યુવતીને ઓએસસી સેન્ટર અંગે માહિતી આપી તેણીના પિતાને તેમની પુત્રી એક દિવસ માટે આ સંસ્થામાં આશરો લઈ રહી છે, તેણીને લઈ જવાનો સંદેશો અભયમ્ ટીમે આપ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh