Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૦ઃ દર વર્ષે રર એપ્રિલે વિશ્વ પૃથ્વી દિવસ મનાવવાનો હેતુ એ જ છે કે લોકો પૃથ્વીનું મહત્ત્વ સમજે અને પર્યાવરણ માટે જાગૃત બને. આ જ કારણ છે કે આ દિવસે પર્યાવરણ સંરક્ષણ અને પૃથ્વીને બચાવવાનો સંકલ્પ લેવામાં આવે છે. આ પૃથ્વી પર કેટલાય એવા જીવો છે જે મનુષ્ય સાચા અર્થમાં મિત્ર છે, પરંતુ અજ્ઞાનતાના કારણે મનુષ્ય તે જીવોને પોતાનો શત્રુ સમજે છે.
'સાપ' નામ સાંભળતા જ આપણા રૃંવાતા ઊભા થઈ જાય છે. તેથી લોકો સાપને જોતા જ દંડો લઈને મારવા દોડે છે. આજકાલ આવી ઘટનાઓ બહુ વધી ગઈ છે. વધતા જતા શહેરીકરણના લીધે શહેરી વિસ્તારોમાં સાપ નીકળવાના અનેક બનાવો જોવા મળે છે. સાપ વિશે આપણાં સમાજમાં અનેક ગેરમાન્યતાઓ છે. જેના લીધે અનેક લોકો સાપને પોતાનો દુશ્મન સમજે છે. સાપ વિશે અપૂરતી માહિતીના કારણે બિનઝેરી સાપ કરડવાથી પણ લોકો મૃત્યુ પામે છે.
વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે પર્યાવરણ સંરક્ષણ અંતર્ગત નવાનગર નેચર ક્લબ દ્વારા 'સાપ' આપણો શત્રુ નથી, બલકે મિત્ર છે! કુદરતનું એક નિરાલું સર્જન છે. એ વાતને ચરિતાર્થ કરવા 'નવાનગર નેચર ક્લબ' દ્વારા એક પોસ્ટર બનાવવામાં આવ્યું છે. જેમાં જામનગર જિલ્લામાં જોવા મળતા ઝેરી સાપોની માહિતી દર્શાવવામાં આવી છે, જેથી લોકોને ઝેરી, બિનઝેરી સાપોનો ખ્યાલ આવે. જેથી સાપ મારતા લોકો ખચકાશે તથા બિનઝેરી સાપ કરડવાથી લોકોના થતાં મૃત્યુ અટકશે. તદ્ઉપરાંત લોકોમાં સાપ અંગે બંધાયેલી રૃઢિગત ખોટી માન્યતાઓ પણ દૂર થશે. આ ઉપરાંત સર્પ કરડે ત્યારે શું કરવું, શું ન કરવું તે અંગે પણ માહિતી મૂકવામાં આવી છે.
આ પોસ્ટરનું સાંસદસભ્ય પૂનમબેન માડમ તથા ધારાસભ્ય રિવાબા જાડેજા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભાજ૫ના શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સત્યસાંઈ વિદ્યાલયના સી.ઈ.ઓ. એક્તાબા સોઢા તથા જામનગર મહાનગરપાલિકાના ગાર્ડન શાખાના અધ્યક્ષ ડિમ્પલબેન જે. રાવલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે આ અભિયાન પર્યાવરણ સંરક્ષણ તેમજ સમાજ ઉપયોગી સાબિત થશે અને લોકોના મનમાં ઘર કરી ગયેલી સાપ વિશેની ખોટી માન્યતાઓ પણ નાબૂદ થશે જેનાથી વગર વાંકે સાપની હત્યા થતી અટકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag