Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રી બોમ્માઈ, પૂર્વ સીએમ સિદ્ધારમૈયા, પ્રદેશ કોંગ્રેસના ડી.કે. શિવકુમાર, જેડીએસના વડા કુમારસ્વામી સહિતના દિગ્ગજો મેદાનમાં...
બેંગ્લુરૃ તા. ૧૦ઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે આજે સવારથી મતદાન શરૃ થયું છે, અને તાજા અહેવાલો મુજબ બપોર સુધીમાં ૪૦ ટકા મતદાન થયું છે. ક્યાંક લાંબી લાઈનો તો ક્યાંક પાંખુ મતદાન થયું હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે. કેટલાક સ્થળેથી ફરિયાદો પણ ઊઠવા પામી છે.
કર્ણાટકની તમામ રર૪ વિધાનસભા બેઠકો પર મતદાન શરૃ થઈ ગયું છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે ચૂંટણી લડનારાઓમાં ઘણાં મોટા નેતાઓ છે. મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈ પોતે ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર, જેડીએસ ચીફ એચડી કુમારસ્વામી જેવા ઘણાં દિગ્ગજ નેતાઓ મેદાનમાં છે.
પીએમ મોદીએ ટ્વિટ કરીને કર્ણાટકના લોકોને ખાસ કરીને યુવાઓ અને પહેલીવાર મતદાન કરનારા મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી હતી. તેવી જ રીતે મંત્રીઓ-મહાનુભાવો-નેતાઓએ પણ મતદારોને જંગી મતદાન માટે અપીલ કરી હતી.
તાજા અહેવાલો મુજબ બપોર સુધીમાં ૪૦ ટકા સરેરાશ મતદાન નોંધાયું છે. આજે સવારથી જ ઘણાં સ્થળોએ લાંબી લાંબી કતારો જોવા મળી હતી, તો કેટલાક મતદાન મથકો પર સવારના સમયે મતદારોની પાંખી હાજરી જોવા મળી રહી હતી. એકંદરે મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહેલા જોવા મળ્યા હતાં.
ભાજપ, કોંગ્રેસ અને જેડી(એસ) વચ્ચે રર૪ બેઠકો માટે ત્રિકોણીય જંગ શરૃ થયો છે. વિધાનસભાની ચૂંટણીને લઈને બે લાખથી પણ વધુ સરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. મતદાન કર્મીઓની ટીમ પણ પહોંચી ચૂકી છે. ત્રણ લેયરની સુરક્ષા સાથે મતદાન કેન્દ્રો પર બે લાખથી પણ વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
રાજ્યના ૩૧ જિલ્લાઓમાં લગભગ પ.૩ કરોડ મતદારો નોંધાયા છે. જેમાંથી ૧૧.૭ લાખ યુવા મતદારનો સમાવેશ થયો છે. સવારે ૭ વાગ્યાથી મતદાન શરૃ થયું હતું અને તે સાંજે ૬ વાગ્યા સુધી યોજાશે. પ૮,પ૪પ મતદાન કેન્દ્રો પર ર૬૧૩ ઉમેદવારોમાંથી મતદારો પોતાની પસંદગીના ઉમેદવારોને પસંદ કરશે. આજે મતદાનમાં ભારે ઉત્સાહ જોવાયો હતો. સીએમ બોમ્માઈ, યેદીપુરમ્મ, નિર્મલા સીતારમન, ડીકેશિવકુમારે સવારે જ મતદાન કરી વિજયનો દાવો કર્યો હતો. સાંજે એકઝીટ પોલ પ્રસારિત થશે.
ભાજપ સત્તા જાળવી રાખવા માટે જ્યારે કોંગ્રેસ પાર્ટી સત્તા કબજે કરવા પ્રયાસ કરી રહી છે. ભૂતપૂર્વ પીએમ એચડી દેવગૌડાની આગેવાની હેઠળ જેડી(એસ) છેલ્લી વાર (૩૭) કરતા વધુ બેઠકોની જીતવાની આશા રાખે છે અને ત્રિશંકુ જનાદેશની સ્થિતિમાં કિંગમેકર બનવાની આશા છે. આ ચૂંટણીમાં નવનિર્મિત ઈવીએમનો મતદાન કેન્દ્રો પર ઉપયોગ કરવામાં આવ્યો છે.
ભાજપે તમામ રર૪ સીટો ર અને કોંગ્રેસે રર૩ સીટો પર ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. મેલુકોટ બેઠક કર્ણાટકના સર્વોદય પાર્ટીના દર્શન પુટુનૈયા માટે છોડી દેવામાં આવી છે. જેડી(એસ) ર૦૭, અરવિંદ કેજરીવાલની આપ ર૦૯ અને માયાવતીની બસપા ૧૩૩ સીટો પર ચૂંટણી લડી રહી છે, તો સીએમ બસવરાજ બોમ્માઈ (શિગગાવ), કોંગ્રેસના પૂર્વ સિદ્ધારમૈયા (વરૃણ) અને જેડી(એસ) ના એચડી કુમારસ્વામી (ચન્નાપટના) અને રાજ્યના કોંગ્રેસ પ્રેસિડન્ટ ડીકે. શિવકુમાર (કનકપુરા) આ ચૂંટણીમાં મોટા નામોમાં સામેલ છે. હુબલી-ધારવાડ સેન્ટ્રલ કે જ્યાં પૂર્વ સીએમ જગદીશ શેટ્ટાર ઉમેદવાર છે.
અથાનીથી પૂર્વ ડેપ્યુટી સીએમ લક્ષ્મણ સાવદી ચૂંટણી લડી રહ્યા છે અને અહીં પ્રતિષ્ઠાની લડાઈ જોવા મળી રહી છે. ટિકિટ ન મળતા ભાજપ છોડ્યા પછી બન્ને કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. ર૦૧૮ ની ચૂંટણીમાં ભાજપે ૧૦૪ સીટ જીતી હતી અને સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી હતી. એ પછી કોંગ્રેસે ૮૦ અને જીડી(એસ) એ ૩૭ બેઠકો જીતી હતી. તો બસપા અને કર્ણાટક પ્રજ્ઞાવંતા જનતા પાર્ટીએ એક-એક બેઠક જીતી હતી.
જે દિશામાં તેમના ભિયાનનો છેલ્લો પડાવ ગયો, ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસના પદાધિકારીઓ મંદિર તરફ દોડી ગયા હતાં અને હનુમાન ચાલીસાના મંત્રોચ્ચાર કર્યા હતાં અને આશીર્વાદ મેળવવા માટે વિશેષ ધાર્મિક વિધિઓનું આયોજન કર્યું હતું. હાવેરી જિલ્લાના શિગગાંવમાં પોતાના મત વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર શરૃ કરતા પહેલા સીએમ બસવરાજ બોમ્માઈ હુબલીના અંજનેય મંદિરમાં ગયા હતાં. કેન્દ્રિય મંત્રી અને ભાજપની ચૂંટણી વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ શોભા કરંદલાજે મંત્રી કે ગોપાલૈયાની સાથે બેંગ્લુરૃના મહાલક્ષ્મી લેઆઉટના પ્રસન્ના અંજનેય મંદિરમાં પહોંચ્યા હતાં, તો પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારે બેંગાલુરૃમાં મૈસુર બેંક સર્કલમાં અંજનેય સ્વામી મંદિરમાં પ્રાર્થના કરી હતી. તેઓએ અને પૂર્વ સીએમ સિદ્ધારમૈયા બાદમાં મૈસુરમાં ચામુંડેશ્વરી મંદિરની મુલાકાતે ગયા હતાં.
હવે આજે સાંજે મતદાન પૂરૃ થતા જ એક્ઝીટ પોલ્સનો પ્રવાહ ટી.વી. ચેનલો પર શરૃ થશે, જો કે વાસ્તવિક પરિણામો તો તા. ૧૩ મી મે ના શનિવારે જ જાણવા મળશે. બપોર સુધીમાં કેટલાક અપવાદો સિવાય એકંદરે શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું હોવાના અહેવાલો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag