Advertisement
Author: નોબત સમાચાર

દેવીપૂજક ખેડૂતોને બાગાયત વિભાગની યોજનામાં આર્થિક સહાય-સબસીડી

ખંભાળીયા તા. ૧૦ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાગાયત વિભાગની દેવીપૂજક ખેડૂતો માટેની હાઈબ્રીડ તડબુચ, શક્કરટેટી, શાકભાજી, જૈવિક ખાતર, સુક્ષ્મ તત્વો, ખાતર-દવા, બિયારણ, કિટ્સની યોજનામાં આર્થિક સહાય-સબસીડી આપવાનું ચાલુ છે. જેમાં કિટ્સની મહત્તમ કિંમત રૃા. પ૦૦૦ પ્રતિ એક એકર છે, તથા ખર્ચના ૯૦ ટકા સુધી એટલે કે ૪પ૦૦ પ્રતિ એક એકરની મર્યાદામાં સહાય આપવાનું ચાલુ છે. મહત્તમ ર એકર સુધી લાભ મળવાપાત્ર છે. તો આ યોજનાનો લાભ લેવા માગતા દૈવિપૂજક ખેડૂતોએ તા. ૩૧-પ-ર૩ સુધી ખુલ્લા રહેનાર ઓનલાઈન પોર્ટલ. પર ઓનલાઈન અરજી કરી યોજનાનો વધુમાં વધુ લાભ લેવા જણાવવામાં આવે છે. અરજીની પ્રિન્ટ આઉટ નકલ, ૭-૧ર અને ૮ અના દાખલાઓ, જાતિનો દાખલો, આધારકાર્ડ, રેશનકાર્ડ તેમજ બેન્ક બચત ખાતાની નકલ નાયબ બાગાયત સરનામે તાત્કાલીક પહોંચાડવા નાયબ બાગાયત નિયામક દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh