Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલા તથા અન્ય વ્યક્તિને ગોંધી રખાયાની કરાઈ હતી જાણઃ
જામનગર તા.૧૦ ઃ પોરબંદરના એક મહિલા તથા તેની સાથે રહેલા વ્યક્તિને લાલપુરના બબરજર ગામ બાજુ ગોંધી રાખવામાં આવ્યા હોવાની જાણ થયા પછી ખંભાળિયા પોલીસ તથા એલસીબીની ટૂકડી ગોવાણા ગામમાં ધસી આવી હતી ત્યાંથી બંધકોને મુક્ત કરાવાયા પછી બંધક બનાવનાર શખ્સની અટકાયત કરાઈ હતી. આ શખ્સે તે મહિલા પર દુષ્કૃત્ય ગુજાર્યાનું ખૂલતા પોલીસે ગુન્હો નોંધ્યો છે.
પોરબંદર જિલ્લાના એક યુવતીએ સોમવારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસના કંટ્રોલ રૃમમાં ફોન કરીને જણાવ્યું હતું કે, તેમના માતા તથા સાથે રહેલા એક વ્યક્તિને લાલપુર તાલુકાના બબરજર ગામના સીમ વિસ્તારમાં એક શખ્સે બંધક બનાવીને રાખ્યા છે અને તે વ્યક્તિઓને છોડવા માટે પૈસા માંગવામાં આવી રહ્યા છે.
ઉપરોક્ત વિગતો કંટ્રોલ રૃમને મળતા તરત જ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિને તેની જાણ કરાઈ હતી. આ અધિકારીએ એલસીબી તથા ખંભાળિયા પોલીસને કાર્યવાહી કરવા હુકમ કરતા એલસીબી પીઆઈ કે.કે. ગોહિલ અને ખંભાળિયાના પીઆઈ એન.એચ. જોષીના વડપણ હેઠળની બે ટીમ તપાસમાં જોતરાઈ હતી. તે પછી ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવાતા તે મહિલા તથા તેમની સાથેના પુરૃષને લાલપુરના ગોવાણા ગામની સીમમાં ગોંધી રખાયા હોવાનું જણાઈ આવ્યું હતું.
ગોવાણા ગામમાં ધસી આવેલી પોલીસ ટૂકડીએ ત્યાંથી આ મહિલા તથા પુરૃષને મુક્ત કરાવી ખંભાળિયા ખસેડ્યા હતા અને પૂછપરછ હાથ ધરી હતી જેમાં લાલપુર તાલુકાના ગોવાણા ગામનો રામદે ઉર્ફે ડાયા રણમલભાઈ કરંગીયા નામનો શખ્સ આ વ્યક્તિઓને ગોંધી રાખી પૈસાની માંગણી કરતો હોવાનું જણાવવામાં આવ્યું હતું અને મહિલાએ ઉમેર્યું હતું કે, આ શખ્સે તેણી પર દુષ્કર્મ ગુજાર્યું છે. ખંભાળિયા પોલીસે આરોપી રામદે ઉર્ફે ડાયા કરંગીયાની અટકાયત કરી ઝીરો નંબરથી ગુન્હાની નોંધ કર્યા પછી લાલપુર પોલીસને તેની વિગતો આપતા ખંભાળિયા ધસી ગયેલી લાલપુર પોલીસે આરોપી રામદે કરંગીયાને અટકાયતમાં લઈ તેની સામે આઈપીસી ૩૨૩, ૩૪૮, ૩૭૬, ૩૮૫, ૫૦૪, ૫૧૧ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag