Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ દાયકા પહેલા એક મેગેઝિન લેખિકાએ ફરિયાદ કરી હતી
વોશિંગ્ટન તા. ૧૦ઃ ત્રણ દાયકા પહેલાના એક કેસમાં માનહાનિ માટે ડોનાલ્ડ ટ્રમ્પ દોષિત ઠરતા તેમને ૪૧૦ કરોડનો દંડ થયો છે. એક મેગેઝિનની લેખિકાએ ટ્રમ્પ ઉપર રેપનો આરોપ મૂક્યો હતો.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ન્યૂયોર્કની એક અદાલતે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે જાતીય શોષણના કેસમાં ટ્રમ્પને દોષિત ઠેરવ્યા છે અને યૌન શોષણ અને માનહાનિના કેસમાં તેમના પર પ૦ મિલિયન ડોલર એટલે કે ૪૧૦ કરોડ રૃપિયાનો દંડ લગાવ્યો છે.
આ કેસ ૧૯૯૦ ના દાયકામાં મેગેઝિન લેખક , ઈ. જીન કેરોલના જાતીય હુમલા સાથે સંબંધિત છે. ર૦ર૪ ની યુએસ પ્રમુખપદની ચૂંટણી પહેલા આવેલો આ નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટો ફટકો છે, કારણ કે તેઓ ચૂંટણીની તૈયારી અને પ્રચાર કરી રહ્યા હતાં.
એવો આરોપ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ૧૯૯૦ ના દાયકામાં મેગેઝિન લેખક ઈ જીન કેરોલનું જાતીય શોષણ કર્યું હતું અને પછી તેણીને જુઠું કહીને બદનામ કર્યા હતાં. કોર્ટની નવ સભ્યોની જ્યુરીએ આ મામલામાં ટ્રમ્પને દોષિત ઠેરવ્યા હતાં. ટ્રમ્પ વિરૃદ્ધ આ કેસની સુનાવણી રપ એપ્રિલથી શરૃ થઈ હતી. આ દરમિયાન ટ્રમ્પે પીડિતાની અરજીને બનાવટી વાર્તા ગણાવી અને સુનાવણી દરમિયાન પીડિતાને ઘણી વખત બદનામ કરવાનો પ્રયાસ કર્યો.
જો કે, કોર્ટે ટ્રમ્પને ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં લેખિકા કેરોલ પર બળાત્કાર કરવા માટે દોષિત ગણાવ્યા નથી. ૭૯ વર્ષની કેરોલ નેસિવિલે ટ્રાયલ દરમિયાન જુબાની આપી હતી કે ૭૬ વર્ષીય ટ્રમ્પે ૧૯૯પ અથવા ૧૯૯૬ માં મેન્હટનમાં બર્ગડોર્ક ગુડગુ મેન ડિપાર્ટમેન્ટલ સ્ટોરના ડ્રેસિંગ રૃમમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો.
ત્યારપછી તેણે ઓક્ટોબર ર૦રર માં તેના નેટટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર પોસ્ટ્સ લખીને તેની પ્રતિષ્ઠાને નુક્સાન પહોંચાડ્યું હતું કે તેના દાવાઓ 'ખોટા' અને 'જૂઠાણા' હતાં. કેરોલે સૌ પ્રથમવાર ર૦૧૯ માં એક પુસ્તકમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પ, જે ર૦૧૭ થી ર૦ર૧ સુધી પ્રમુખ હતાં. આગામી વર્ષના રાષ્ટ્રપતિ પદના નોમિનેશન માટેના ઓપિનિયન પોલમાં રિપબ્લિકન નેતાઓની આગેવાની કરી રહ્યા છે, પરંતુ આ નિર્ણયથી તેમને આંચકો લાગ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag