Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડમાં તલાટી મંત્રીની પરીક્ષા માટે આવેલા પરીક્ષાર્થીને પોલીસે કરી મદદ

સેવાભાવીઓ દ્વારા ઠંડાપીણાંની પણ કરાઈ વ્યવસ્થાઃ

ભાણવડ તા.૧૦ ઃ ભાણવડમાં રવિવારે તલાટી મંત્રીની પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓ માટે ઠંડા પાણી, છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે ઉપરાંત એક પરીક્ષાર્થીને અસલ આઈડી કઢાવી આપવામાં એક પોલીસ કર્મચારીએ મદદ કરી હતી.

રાજ્યભરમાં રવિવારે લેવામાં આવેલી તલાટી-કમ- મંત્રીની પરીક્ષામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના સેન્ટરમાં દૂર દૂરથી પરીક્ષાર્થી ઓ આવી પહોંચ્યા હતા જેમાં પોરબંદર જિલ્લાના માધવપુર ગામના એક વિદ્યાર્થી પણ આવ્યા હતા.

પરીક્ષા કેન્દ્રએ પહોંચ્યા પછી તેઓની પાસે ઓરીજીનલ આઈડી પ્રૂફ ન હોવાની જાણ થતાં તાલુકા પંચાયતના ભરતસિંહ સોલંંકીએ પરીક્ષા કેન્દ્ર પર બંદોબસ્તમાં રહેલા એએસઆઈ નાગજીભાઈને જાણ કરી હતી. નાગજીભાઈએ પરીક્ષાર્થી સાથે સ્માર્ટ સુવિધામાં જઈ તરત જ આધાર કાર્ડ ઈસ્યુ કરાવવાની કાર્યવાહી કરાવી હતી. તેના અંતે પરીક્ષાર્થી પરીક્ષા આપી શક્યા હતા. તેઓએ પોલીસકર્મી સહિતના વ્યક્તિઓનો આભાર વ્યક્ત કર્યાે હતો.

તે ઉપરાંત ભાણવડ જેવા નાના શહેરમાં કોઈ પરીક્ષાર્થી પરેશાન ન થાય તે માટે ઘણા સેવાભાવીઓ દ્વારા છાશ તેમજ ઠંડા પાણીની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh