Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૃપે શરૃ થઈ કવાયતઃ નોટીસો પાઠવાઈ
જામનગર તા. ૧૦ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૃપે જર્જરિત ભયજનક ઈમારતનો સર્વે કરવામાં આવ્યો છે. તાજેતરમાં પણ મહાનગરપાલિકાએ આવી ભયજનક ઈમારતોને સેઈફ સ્ટેજે લઈ જવા સૂચનો આપી અન્યથા કોઈ જાનહાની, અકસ્માત થશે તો તેની જવાબદારી ઈમારતનો ભોગવટો કરનાર, માલિકની રહેશે તેમ જાહેર નોટીસ મારફત જણાવાયું છે.
મળતી માહિતી મુજબ જામનગરમાં લગભગ ૧ર૯ જેટલી ઈમારતો છે જેને સેઈફ સ્ટેઈજે લઈ જવાની જરૃર છે. આ ઈમારત ધારકોને જરૃરી નોટીસ પણ પાઠવાઈ છે. મહાનગર પાલિકાએ જાહેર નોટીસ મારફત જણાવ્યુ કે શહેર હદ વિસ્તારમાં આવેલ ભયજનક, જર્જરિત ઈમારતને સેઈફ સ્ટેઈજે લઈ જવી, અને માન્ય સ્ટ્રકચર એન્જિનિયર પાસેથી સ્ટેબીલીટીનું સર્ટિફિકેટ મેળવી ટીપીઓ શાખામાં રજુ કરવાનું રહેશે. અન્યથા કોઈપણ કુદરતી હોનારત, ભારે વરસાદ અકસ્મિક બનાવો આગ લાગવી જેવી ઘટનામાં કોઈપણ પરિસ્થિતિના કારણે જાનહાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ઈમારતના ભોગવટો ધારકો, માલિકની રહેશે.
શહેરમાં અન્ય કોઈ ઈમારત ભયજનક હોવાનું જાણમાં હોય તો મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખામાં જાણ કરવા પણ જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag