Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના આંગણે આજે સાંજે
જામનગર તા. ૧૦ઃ જામનગમાં આજે તા. ૧૦/પ્ ના સાંજે ૬ વાગ્યાથી ઓશવાળ સેન્ટરના બેન્કવેટ હોલમાં મટીરીયલ રીસાઈક્લીંગ અવેરનેસ અંગે કોન્ફરનસનું આયોજન મટીરીયલ રીસાઈક્લીંગ એસો. ઓફ ઈન્ડિયા, જવાહરલાલ નહેરૃ ખાણ-ખનિજ મંત્રાલય, સ્ટીલ મંત્રાલયના નેજા હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કરવામાં આવ્યું છે.
આ કોન્ફરન્સ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં જામનગર ફેક્ટરી ઓનર્સ એસો.ના સહખજાનચી ભરતભાઈ દોઢિયા, એક્ઝીમ એસો.ના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જોષી, કારો. સભ્ય મનસુખભાઈ સાવલા, મેટલ રીસાયક્લીંગ એસો. ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર જીનેશભાઈ શાહ, અશોકભાઈ જોબનપુત્રા, ઓમભાઈ દુદાણી, કિંજલભાઈ ચંદરિયાએ વિગતો આપી હતી.
જામનગરમાં બ્રાસપાર્ટ ઉદ્યોગ ૧૦૦ ટકા રીસાઈક્લીંગ આધારીત છે ત્યારે આજે યોજાનારી કોન્ફરન્સમાં તે અંગે ઉદ્યોગકારો તેમજ પ્રજામાં જાગૃતિ આવે તે સંદર્ભમાં પ્રશ્નો, પડકારો, ઉકેલ વગેરેની તજજ્ઞો દ્વારા વિષદ્ ચર્ચા કરવામાં આવશે.
આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન સંસદસભ્ય પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવશે. આ કોન્ફરન્સમાં ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ માઈન્સના જોઈન્ટ સેક્રેટરી ઉપેન્દ્ર જોષી, રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, મંત્રી મૂળુભાઈ બેરા, ધારાસભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, મટીરીયલ રીસાઈક્લીંગ એસો.ના પ્રમુખ સંજયભાઈ મહેતા ઉપસ્થિત રહેશે.
જામનગરના બ્રાસ ઉદ્યોગમાં કારીગરો, સ્ક્રેપ સ્ક્રીનીંગના કારીગરો, કારખાના માલિકોની કોઠાસુઝના કારણે રીસાઈક્લીંગ પ્રોસેસથી કરેલા ઉત્પાદનો વર્જીન મેટલથી કરેલા ઉત્પાદનોની ગુણવત્તામાં શ્રેષ્ઠ પૂરવાર થયા છે. આજે સમગ્ર ભારતમાં બ્રાસ પ્રોડક્ટ્સની ૮૦ ટકા માંગ જામનગરનો બ્રાસ ઉદ્યોગ પૂરી પાડે છે. સ્ક્રેપની આયાતના કારણે મુંદ્રા પોર્ટ ઉપર માત્ર જામનગરના કારણે ૧૧ ટકા જેવી આયાત ડ્યુટીની આવક થાય છે.
બ્રાસ સિટી તરીકે જગવિખ્યાત જામનગરમાં રીસાઈક્લીંગ પ્રોસેસ માટેની કોન્ફરન્સ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની રહેશે. ભારત સરકાર દ્વારા ચાલી રહેલી સીરીઝની ત્રીજી કોન્ફરન્સ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag