Advertisement
Author: નોબત સમાચાર

વડાપ્રધાન મોદીએ શ્રીનાથજીના દર્શન કરી શ્રીનાથદ્વારામાં રૃપિયા પાંચ હજાર કરોડના પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ

હવે રાજસ્થાન ગુજરાતથી આગળ નીકળી ગયું છેઃ ગેહલોત

જયપુર તા. ૧૦ઃ વડાપ્રધાન મોદીએ શ્રીનાથજીના દર્શન કરીને શ્રીનાથદ્વારામાં અંદાજે રૃિ૫યા પાંચ હજાર કરોડના રેલવેલાઈન સહિતની બહુહેતુક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. આ તકે ઉપસ્થિત રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતે રાજસ્થાન ગુજરાતથી આગળ નીકળી ગયું હોવાનો ઉલ્લેખ કરતા રાજકીય ચર્ચા પણ શરૃ થઈ ગઈ છે.

ચૂંટણીના વર્ષમાં ફરી એકવાર રાજસ્થાન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાથદ્વારામાં રેલવે લાઈન સહિત પાંચ હજાર કરોડ રૃપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. નાથદ્વારામાં ભગવાન શ્રીનાથજીના દર્શન કર્યા પછી જાહેર સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, આ પ્રોજેક્ટસ રાજસ્થાનની કનેક્ટિવિટીને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

શ્રીનાથજીના દર્શન કર્યા પછી જનસભાને સંબોધવા પહોંચેલા મોદીનું ઉલ્લાસથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જ્યારે મુખ્યમંત્રી અશોક ગેહલોત ભાષણ માટે સ્ટેજ પર પહોંચ્યા તો થોડી સેકન્ડો સુધી મોદી-મોદીના નારા લાગ્યા. વડાપ્રધાને લોકોને શાંત કરવા માટે હાથનો ઈશારો પણ કર્યો હતો.

જનસભામાં ગેહલોતે કહ્યું કે, રાજસ્થાન દેશનું સૌથી મોટું રાજય છે. એક ગામથી બીજા ગામનું અંતર લાંબુ છે. તેઓ રાજસ્થાનની યોજનાઓમાં પાણી અને વીજળી પહોંચાડે છે. અમે હાઈવે અને રોડ બનાવી રહ્યાં છીએ. પહેલા આપણે ગુજરાત સાથે હરીફાઈ કરતા હતા, હવે આપણે ગુજરાત કરતા આગળ વધી ગયા છીએ.

આ ઉલ્લેખના સંદર્ભે રાજકીય પક્ષો પણ શરૃ થઈ ગયા હતાં.

ઈસ્ટર્ન રાજસ્થાન કેનાલ પ્રોજેક્ટ અંગે જણાવ્યું હતું કે, કેન્દ્રીય આર્બિટ્રેશન થવી જોઈએ. મુખ્યમંત્રીએ કહ્યું કે, તમે પણ એ જ ભાવના સાથે આગળ વધવાનું બે વાર પુનરાવર્તન કર્યુ હતું. કેન્દ્ર સરકારની યોજના જલ જીવન મિશનને પણ આગળ વધારવામાં આવી રહી છે.

શ્રીનાથદ્વારા મંદિર પહોંચતા પહેલા મોદીએ રોડ શો કર્યો હતો. તે પહેલા સવારે લગભગ ૧૦.૩૦ વાગ્યે ઉદયપુરના ડબોક એરપોર્ટ પર પહોંચેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વડાપ્રધાનનું સ્વાગત કર્યુ હતું.

બપોર પછી વડાપ્રધાનો આબુરોડની બ્રહ્માકુમારી સંસ્થામાં ૧ કલાક રોકાવાનો કાર્યક્રમ છે. તેઓ ત્રણ પ્રોજેક્ટ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ, સિનિયર સિટીઝન હોમ અને નર્સિંગ કોલેજના બીજા તબક્કાનો શિલાન્યાસ કરશે. તેમણે કહ્યું કે, આ મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલ પ૦ એકરમાં બનાવવામાં આવશે, જેનું કામ બે વર્ષમાં પૂર્ણ થશે. પીએમ તરીકે આ તેમની પ્રથમ મુલાકાત છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh