Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ વિદ્યાર્થીઓની પરીક્ષા ચોરીના પ્રકરણ સંદર્ભે
જામનગર તા. ૧૦ઃ જામનગર નજીકના નાઘેડી વિસ્તારની સ્વામિનારાયણ ગુરૃકુળ કોલેજનું કોમર્સનું જોડાણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રદ કરવામાં આવ્યું છે.
ત્રણ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ કરતા હોવાનો વીડિયો વાયરલ થતા થયેલા હોબાળા પછી આ પગલા લેવામાં આવ્યા છે. સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં ચાલતી બી.કોમ. સેમ-ર માં એકાઉન્ટ વિષયની પરીક્ષાનું પેપર પરીક્ષાખંડના બદલે ત્રણ વિદ્યાર્થીઓ અલગ રૃમમાં લખતા હતાં જે અંગેનો વીડિયો વાયરલ થયો હતો. દરમ્યાન ત્રણેય સામે ગેરરીતિ અંગે કાર્યવાહી કરવા માટે કોલેજ સત્તાવાળાઓએ સૌ.યુનિ.ને લેખિતમાં જાણ કરી હતી.
આખરે સૌ. યુનિ.ની ટીમ તપાસ માટે જામનગર આવી હતી. તેમજ એક તપાસ કમિટીની રચના પણ કરવામાં આવી હતી. દરમ્યાન સૌ. યુનિ.ની મળેલી બેઠકમાં કુલપતિ દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજનું કોમર્સનું જોડાણ રદ કરવાના નિર્ણય લેવામાં આવ્યો હતોે. નવા શૈક્ષણિક વર્ષથી આ કોલેજનું કોમર્સનું જોડાણ રદ કરવામાં આવ્યું છે.
આ સમગ્ર પ્રકરણમાં જુનિયર સુપર વાઈઝરની બેદરકારી પ્રાથમિક દૃષ્ટિીએ જોવા મળી છે. કારણ કે આન્સર બુક લઈને પરીક્ષાખંડની બહાર જઈ શકાતંુ નથી. આ પ્રકરણમાં જવાબદારો સામે હજુ પણ આકરા પગલા લેવામાં આવી શકે છે.
બીજી તરફ ભાજપના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ પણ કુલપતિ પદેથી ડો. ગીરીશ ભીમાણીએ છુટા કરવાની માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag