Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પંજાબની એક લોકસભાની બેઠક અને
નવી દિલ્હી તા. ૧૦ઃ આજે પંજાબની એક લોકસભાની ખાલી બેઠક અને યુપીની વિધાનસભાની બે, મેઘાલયની એક તથા ઓડીશાની એક મળીને ચાર ખાલી બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.
આજે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી સાથે પંજાબની એક લોકસભા સીટ તેમજ ઉત્તરપ્રદેશ, ઓડિશા અને મેઘાલયની મળીને કુલ ચાર વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. પંજાબની જલંધર લોકસભા સીટ પર સવારે ૮ વાગ્યાથી મતદાન થઈ રહ્યું છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં સ્વાર અને ચંબે, ઓડિશામાં ઝારસુગુડા અને મેઘાલયની સોહિયોંગ વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.
ઉત્તરપ્રદેશમાં એક કેસમાં સજા સંભળાવ્યા પછી સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાનની વિધાનસભા સદસ્યતા રદ્ થવાને કારણે સ્વાર બેઠક ખાલી પડી છે. ચંબે બેઠક ભાજપના સાથી અપના દળના ધારાસભ્ય રાહુલ કોલના મૃત્યુને કારણે ખાલી પડી હતી. ઉત્તરપ્રદેશમાં સ્વાર અને ચંબે બેઠકો પર સત્તાધારી ગઠબંધન અને વિપક્ષી સમાજવાદી પાર્ટી વચ્ચે સામ-સામે જંગ છે. માયાવતીની આગેવાની હેઠળની બહુજન સમાજ પાર્ટીએ પેટાચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.
મેઘાલયમાં યુડીપી ઉમેદવાર એચડીઆર લિંગદોહના મૃત્યુને કારણે પેટાચૂંટણી જરૃરી હતી. લિંગદોહના મૃત્યુને કારણે સોહ્યોંગનું મતદાન મોકૂફ રાખવામાં આવ્યું હતું. મેઘાલયની સોહિયોંગ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે સવારે ૭ વાગ્યાથી કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૃ થયું હતું.
ઓડિશામાં ધારાસભ્ય અને રાજ્યના તત્કાલિન આરોગ્ય મંત્રી નબ કિશોર દાસની હત્યા પછી અહીં પેટાચૂંટણી જરૃરી બની હતી. ઝારસુગુડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે સવારે ૭ વાગ્યે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૃ થયું હતું. સંવેદનશીલ તરીકે ચિન્હિત કરાયેલા બૂથ પર સીસી ટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને કેન્દ્રિય દળોને તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે અહીંના રપ૩ મતદાન મથકો પર ર,ર૧,૦૭૦ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મતદાન સાંજે ૬ વાગ્યા સુધી ચાલુ રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag