Advertisement
Author: નોબત સમાચાર

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ તથા હાર્ટફૂલનેશ ઈન્સ્ટિટ્યૂટ વચ્ચે થયો કરાર

ચેમ્બરના સભ્યો માટે સસ્ટેનેબલ લીવીંગ કોર્સ માટે

જામનગર તા. ૧૦ઃ હાલના તણાવયુક્ત વાતાવરણમાં અનિયમિત જીવનશૈલી, આહારમાં અસંયમતા, અને નિદ્રાની ઉણપને કારણે લોકોના આરોગ્ય પર અનેક રીતની અસરો જોવા મળે છે. આ અસરોનું પ્રતિબિંબ લોકોના પારિવારિક સંબંધો પર પડે છે અને અંતે વ્યવસાયિક સમર્જનાત્મક્તા ઘટતી જાય છે. વધતા ખર્ચા અને ઘટતી આવક લગભગ દરેક ઘરની કથા બની છે. અનેક પરિવારોના અન્નદાતા એવા વ્યવસાયિકો, ઉદ્યોગકારો, ધંધાદારીઓ અને વેપારીઓના મનની શાંતિ અનેક પરિવારો પર અસર કરે છે અને સરેરાશ રીતે બજારમાં નકારાત્મક વાતાવરણનું સર્જન થાય છે જે અર્થતંત્ર માટે હાનિકારક રહે છે.

આ હકીકતને ધ્યાને લઈ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા હાર્ટફૂલનેશ ઈન્સ્ટિટ્યૂટ વચ્ચે ચેમ્બરના હોદ્દેદારો, કમિટીના સભ્યો, સંસ્થાના દરેક સામાન્ય સભ્યો તથા કર્મચારીઓ-કારીગરો માટે વર્ક-લાઈફ બેલેન્સ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, ફિયર ડિટોક્ષ, લસ્ટ ડિટોક્ષ, મોબાઈલ એડિક્શન રિલિફ, એંગર ડિટોક્ષ, ટાલમ મેનેજમેન્ટ, સ્લીપ ડિસઓર્ડર ડિટોક્ષ, ફોક્સ ડેવલપમેન્ટ, ઈમોશ્નલ વેલ બીઈંગ, રિલેક્ષેશન, મેડિટેશન, રીજુનોવેશન, કરેજ બિલ્ડ અપ, મેનેજ ડિઝાયર, લીડરશીપ સ્કિલ, કોમ્યુનિકેશન સ્કિલ, ડીસીશન મેકીંગ જેવા અનેક વિષયો પર મેડિટેશન બેઝ સેલ્ફ ઈન્સપાયર્ડ ટેકનિક્સના કોર્સ કરાવવા સમજુતી કરાર કરવામાં આવેલ છે.

આ સમજુતી કરાર અંતર્ગત ચેમ્બરના સભ્યો તેમજ તેમના કારીગરો, ઓફિસ સ્ટાફ તથા પરિવારના સદસ્યો માટેના ઉપયોગી કોર્ષ કાર્ટફૂલનેશ સંસ્થાના સ્કિલ્ડ વોલીયંટર્સ અને અધિકૃત ટ્રેઈનર્સ દ્વારા નિઃશુલ્ક ધોરણે વ્યક્તિગત, નાના સમૂહ, સ્પેશીફિક લોકેશન અને મોટા સમુદાયવાર અલગ-અલગ કરાવવામાં આવશે અને તે સાપેક્ષ ચેમ્બર પોતાના સભ્યોને પરિવાર તથા સ્ટાફ કારીગરો સાથે આ સેશનોમાં જોડાવવા માટે ભલામણ કરશે. આ ચળવળ ચેમ્બર તથા હાર્ટફૂલનેશ ઈન્સ્ટિટ્યૂટ એક બીજાના સહયોગ સાથે બે વર્ષ માટે ચલાવશે.

આ સમજુતી કરાર કરવાના કાર્યક્રમમાં ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, માનદ્મંત્રી અક્ષત વ્યાસ, માનદ્ સહમંત્રી કૃણાલ વી. શેઠ, માનદ્ ખજાનચી અજેશભાઈ વી. પટેલ તથા માનદ્ ઓડીટર તુષારભાઈ રામાણી તથા હાર્ટફૂલનેશ ઈન્સ્ટિટ્યૂટ તરફથી સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનલ કો-ઓર્ડિનેટર આર્કિટેક્ટ સચિનભાઈ વ્યાસ, મનિષ પંડ્યા, નુપુર ગુપ્તા તથા હેતલબેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh