Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંસદસભ્ય, ધારાસભ્યો, સંતો-મહંતો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૧૦ઃ જામનગર જિલ્લાના કાલાવડ (શિતલા) તાલુકાના શ્રીનાથજી દાદા દાણીધાર ધામમાં શ્રીનાથજી દાદા ટ્રસ્ટ તથા શ્રીનાથજી દાણીધાર ગૌશાળા ટ્રસ્ટના ઉપક્રમે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાસાસને કથાકાર શાસ્ત્રી નિરંજનભાઈ ભટ્ટે બિરાજી કથાનું રસપાન કરાવ્યું હતું.
ગણેશ મંદિરથી મહંત મહેશગિરીબાપુ તથા જીકા બાપુ, નવાગામ શિવાશ્રમના હંસગીરી બાપુ, કચ્છ ધ્રંગ મેકરણદાદા જાગીરના મહંત મહામંડલેશ્વર મુળજી રાજા, કચ્છ લોઠાઈથી દયારામ દાદા, જામનગર પ નવતનપુરીધામના સંત ચંદનસૌરભજી મહારાજ પધાર્યા હતાં. તેમનું સન્માન દાણીધાર ધામના મહંત મહામંડલેશ્વર સુખદેવદાસ બાપુ તેમજ કથાના મુખ્ય યજમાન ધીરૃભા સુરાજી ચૌહાણે શાલ તથા ફૂલહારથી સન્માન કર્યું હતું.
તા. ૩૦-૪ના રાત્રિના સેવંત્રી ગ્રુપ દ્વારા કાનગોપીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેનો આજુબાજુના ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં દરરોજ બપોરે અને સાંજે ૮ થી ૧૦ હજાર ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો. કાલાવડ અને આસપાસ ગામના ગ્રામજનો તથા રાજકોટના સ્વયંસેવકોએ ભકતજનોને કથા લાભ માટે સેવા આપી હતી. કથા દરમ્યાન માઈક દ્વારા વ્યવસ્થા અને કાર્યક્રમ સંચાલન કરનાર સંજયસિંહ વાઘેલા અને દોલુભા બારડ તેમજ બન્ને ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓનું યજમાન પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
કથા દરમ્યાન સંસદસભ્ય પૂનમબેન માડમે ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો હતો તેમજ ગૌશાળાની મુલાકાત લીધી હતી. મહંત સુખદેવદાસ બાપુ, બન્ને ટ્રસ્ટના પ્રમુખ તથા યજમાન પરિવાર દ્વારા તેમનું સન્માન કરાયું હતું. તેમની સાથે કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ભાજપના આગેવાનો, દણીધાર ધામના પૂર્વ પ્રમુખો ભાવસિંહ ચાવડા, દિલીપસિંહ ભાટ્ટી, વાઘજીબાપુ ડાભી, હનુભા ડાભી હાજર રહ્યા હતાં.
આ ઉપરાંત જામનગર (ઉત્તર)ના ધારાસભ્ય રિવાબા જાડેજાએ કથા શ્રવણનો લાભ લીધો હતો. મુખ્ય યજમાન ધીરૃભા ચૌહાણે તેમનું શાલ ઓઢાડી ફૂલહારથી સન્માન કર્યું હતું.
કાલાવડ ભાજપ શહેર પ્રમુખ હસુભાઈ વોરા, ભાજપ અગ્રણીઓ ઈન્દુભાઈ જાડેજા અને સતુભા જાડેજા, કાલાવડના તબીબ ડો. સાવલીયા, ગૌસેવક લાખાભાઈ વેકરિયા, જામનગરથી ખોડલધામના ટ્રસ્ટી તુલસીભાઈ ગાજીપરા, જામનગરના જાણીતા બિલ્ડર રાજુભાઈ કારિયા અને હાપા માર્કેટિંગ યાર્ડના ડાયરેકટર ધીરૃભાઈ કારિયા, કાલાવડ અકબરી કન્યા છાત્રાલયના પ્રમુખ ગોપાલભાઈ અકબરી, જમનભાઈ તારપરા અને વેલજીભાઈ સભાયા, ગુજરાત અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના પ્રમુખ જાડેજા ગોવુભા ડાડા, ગુજરાત અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના મહામંત્રી ઘનશ્યામસિંહજી સોઢા, જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા સહિત અનેક અગ્રણીઓ પધાર્યા હતા અને કથાશ્રવણનો લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag