Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બસમાં મુસાફરીના બદલે અનંતયાત્રાઃ વિચિત્ર અકસ્માત
અમદાવાદ તા. ૧૦ઃ કલોલના અંબિકા બસ સ્ટેન્ડ પર બે બસ વચ્ચે અકસ્માત સર્જાતા પાંચના મોત થયા છે. અંબિકામાં એસટી બસ મુસાફરો લેવા માટે ઊભી હતી ત્યારે પાછળથી ખાનગી ટ્રાવેલ્સ બસચાલકે ટક્કર મારી હતી જેને કારણે સાઈડમાં ઊભા રહેલા પાંચ મુસાફરો દબાઈ જતા તેમનું મૃત્યુ થયું હતું. અકસ્માતને પગલે એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આજે સવારમાં કલોલ અંબિકા સ્ટેન્ડ નજીક અકસ્માત થયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતી એક ખાનગી બસ એસટી બસ સાથે અથડાઈ હતી. જેથી બસની રાહ જોઈને ઊભેલા મુસાફરોને એસટી બસે કચડી નાખ્યા હતાં. બસના તોતિંગ ટાયર મુસાફરો પર ફળી વળતા પ મુસાફરોના મોત થયા હતાં, જ્યારે ૭ મુસાફરોને ઈજા પહોંચી હતી. આ અંગે કલોલ ધારાસભ્ય બકાજી ઠાકોરે જણાવ્યું હતું કે, અકસ્માતની જાણ થતાં જ કલોલ હોસ્પિટલ આવ્યો છું. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે ૭ લોકોને વધતી ઓછી ઈજાઓ થઈ છે.
આ વિચિત્ર અકસ્માતની વિગત એવી છે કે, કલોલ અંબિકા બસ સ્ટેન્ડ ઉપર મુસાફરો પોતાના કામ ધંધા અર્થે વાહનની રાહ જોઈને ઊભા હતાં. એ વખતે એક વાદળી કલરની એસ.ટી. બસ રોડ પર ઊભી હતી. જેની આગળ મુસાફરો બસની વાહનની રાહ જોઈને ઊભા રહ્યા હતાં. આ દરમિયાન પાછળથી આવતી એક લક્ઝરી ગાડીના ચાલકે પોતાની લકઝરી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને વાદળી કલરની એસ.ટી. બસને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે બસ એકદમ આગળ ધકેલાઈ ગઈ હતી. એ જ ઘડીને ત્યાં ઉભેલા મુસાફરો એસટી બસની હડફેટે આવી ગયા હતાં. આ અકસ્માતમાં ચાર મહિલા સહિત પાંચ મુસાફરોના સ્થળ પર કરૃણ મોત નિપજ્યા છે.
આ બનાવના પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતાં અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી લીધી હતી, તો બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયર કરાવી મૃતકો તેમજ ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ લઈ જવાયા છે. ગમખ્વાર અકસ્માતમાં સાત ઈજાગ્રસ્તો પૈકી બે લોકોને ગંભીર ઈજાઓ થવાથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. અહીં સિવિલના તબીબોએ બન્ને ઈજાગ્રસ્તની સારવાર શરૃ કરી હતી, જો કે બન્નેની તબિયત સારવાર દરમિયાન વધુ લથડી રહી હોવાથી બન્નેને સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag