Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળીયા તા. ૧૦ઃ બાગાયત વિભાગ દ્વારા ચાલુ વર્ષ-ર૦ર૩ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનુસૂચિત જાતીના તમામ ખેડૂતોને ૧૦ ગુઠા વાવેતર વિસ્તાર માટે રૃા. ર૦૦૦ ની મર્યાદામાં શાકભાજી પાકોના હાઈબ્રીડ બિયારણના ઈનપુટ કિટ્સ વિનામૂલ્યે આપવાનું નક્કી થયેલ છે. તથા આ લાભ ખેડૂતોને ર૦ ગુંઠા સુધી રૃા. ૪૦૦૦ સુધી મળવા પાત્ર છે.
ઈનપુટ કિટ્સનું વિતરણ એગ્રો સેન્ટર ખાતેથી કરવામાં આવશે તો લાભ લેવા માગતા અનુસૂચિત જાતિના ખેડૂતોએ અરજીફોર્મ (કચેરીનમુનો) ૮-અ ના દાખલા, જાતિનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, રેશનકાર્ડના પુરાવાઓ સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, રૃમ નં. એ-ર-૧૮, લાલપુર રોડ, જામ ખંભાળીયાના સરનામે તાત્કાલીક પહોંચાડવા નાયબ બાગાયત નિયામક દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag