Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવાગામ ઘેડ, બેડી, સોલેરિયમ, સમર્પણ, રણજીતનગર ઝોન વગેરે અનેક વિસ્તારોમાં
જામનગર તા. ૧૦ઃ આગામી તા. ૧ર મે ર૦ર૩ ના નર્મદા પમ્પીંગ સ્ટેશન ઉપર જેટકોનું શટડાઉન હોવાથી નર્મદા કેનાલનું પાણી મળશે નહીં તથા જામનગરમાં ગુરુદ્વારા વિસ્તારમાં ઓવરબ્રિજના કારણે પાણીની મુખ્ય લાઈન શિફ્ટીંગ કરવામાં આવતા તેનું જોડાણનું કામ કરવામાં આવનાર છે. આથી નવાગામ (ઘેડ), બેડી, સોલેરિયમ, સમર્પણ અને રણજીતનગર ઝોનના કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ થશે નહીં.
આગામી તા. ૧ર-પ-ર૦ર૩ ના નર્મદા પમ્પીંગ સ્ટેશન ઉપર જેટકો શટડાઉન હોવાથી જામનગર શહેરને નર્મદા કેનાલમાંથી મળતું પાણી બંધ રહેવાના કારણે તથા ખીજડિયા ફિલ્ટર પ્લાન્ટમાંથી જામનગર શહેરમાં જુદા જુદા ઈ.એસ.આર./ઝોનમાં પાણી પૂરૃં પાડતી મુખ્ય પાઈપલાઈન ગુરુદ્વારા સર્કલ પાસે ઓવરબ્રિજના કામમાં નડતર રૃપ હોય જે મુખ્ય પાણીની પાઈપલાઈન શિફ્ટીંગ કરવામાં આવેલ છે. તેનું જોડાણ કામ તારીખ ૧ર ના કરવામાં આવનાર છે.
જેથી નવાગામ (ઘેડ), બેડી, સોલેરિયમ, સમર્પણ, રણજીતનગર ઝોન વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે.
નવાગામ (ઘેડ) 'બી' ઝોન હેઠળ આવતા વિસ્તારો માટેલ ચોક, રાજરાજેશ્વરી, ગાયત્રી નગર, જલારામનગર, શિવમ્ એસ્ટેટ, શક્તિ પાર્ક, વિનાયક પાર્ક, નવજીવન, પટેલ વાડી, નિર્મળનગર, ભોળેશ્વર, રામેશ્વરનગર, સંસ્કાર દિપ, ગાયત્રી શેરી નંબર ૧, ર, ૩, નંદનપાર્ક, બા૫ુનગર, રાઠોડ ફળી, પરમાર ફળી, ગોપાલ ચોક, ૮૦ ક્વાર્સ, મધુરમ રેસીડેન્સી વગેરે વિસ્તારો, બેડી ઝોન 'એ' હેઠળ આવતા વિસ્તારો થરી ૧ અને ર, ઈકબાલ ચોક, શેર એ રજા ચોક, પીરોટન ચોક, જામા મસ્જિદ, ચાંદની ચોક, કરીમ જામનું નાકુ, દેના બેંક, મીલ વિસ્તાર, જોડિયાવાળો ડેલો, હાઉસીંગ બોર્ડ, ખાંચીની ચાલી, વૈશાલીનગર શેરી નંબર ૧ થી ૭, રામ મંદિર ચોક, અઢીની ચાલી, ધરારનગર વગેરે વિસ્તારો, સોલેરિયમ ઝોન 'બી' ગાંધીનગર મેઈન રોડ, મોમાઈનગર ૧ થી પ, ગ્રોફેડ, ગોકુલધામ, નહેરૃનગર, મચ્છરનગર, શાંતિનગર, શાસ્ત્રીનગર, લાલબહાદુર સોસાયટી, પટેલ કોલોની ૧ થી ૧ર, મંગલ બાગ ૧ થી ૪, પત્રકાર કોલોની, જલારામ ઝુંપડપટ્ટી, વગેરે, સમર્પણ 'એ' ઝોન હેઠળ આવતા વિસ્તારો ઓશવાળ ર, ૩ અને ૪, પટેલ નગરી, કેવલિયા વાડી, શિવમ્ સોસાયટી, મહાવીર પાર્ક, સિદ્ધિ પાર્ક, ગોકુલ ધામ, દવાબજાર, જોઈસર પાર્ક, વાસાવીરા, મયુર વીલા, પંડિત દીન દયાળ આવાસ, ધરારનગર-૧ ના તમામ વિસ્તારો, રણજીતનગર ઝોન 'બી' હેઠળના પ્રગતિ પાર્ક, ૧ અને ર, કૃષ્ણનગર, સત્યમ્ કોલોની, તથા મેઈન રોડનો વિસ્તાર, રણજીતનગર નવો-જુનો હૂડકો, ઓશવાળ કોલોની, હાથી કોલોની, શ્રીનિવાસ કોલોની વગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.
ત્યારપછી પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે તથા બીજા દિવસે રૃટીન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે તેમ જામનગર મહાનગર પાલિકાની વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઈજનરે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag