Advertisement
Author: નોબત સમાચાર

પ્રધાનમંત્રી આવાસ યોજના થકી મને મળ્યું પાકું ઘરનું ઘરઃ લાભાર્થી દેવશીભાઈ જાડેજા

કાચા મકાનમાં ચોમાસા દરમિયાન પાણી ટપકતું હતું

દરેક વ્યકિતનું સ્વપ્ન હોય છે કે તેમની પાસે રહેવા માટે પોતાનું મકાન હોય અને છેવાડાના માનવીનું ઘરનું ઘર બનાવવાનું સ્વપ્ન સ્વપ્ન જ ના રહી જાય તે માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ઘડવામાં આવી, અને આયોજના દ્વારા લોકોનું ઘરનું ઘર બનાવવાનું સ્વપ્ન પૂર્ણ થઈ રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના લલિયા ગામના દેવશીભાઈ જાડેજાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) થકી મારૃ ઘરનું ઘર હોવાનું સ્વપ્ન સાકાર થયું છે.

દેવશીભાઈ જાડેજાએ જણાવ્યું હતું કે, અમે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ છીએ, જેથી પાકું મકાન બનાવવાનો વિચાર એક સ્વપ્ન જેવું જ લાગતું હતું. અત્યાર સુધી અમે કાચા મકાનમાં રહેતા હતાં. જેમાં ચોમાસા દરમિયાન પાણી પડવાથી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે પાકું મકાન બની જતા પાણી પડવાની સમસ્યા નહિં સર્જાય. તેમણે વધુમાં જણાવ્યું કે, ગ્રામ સેવક પાસેથી મને પ્રધાનમંત્રી આવાસ યોજનાની માહિતી મળી અને બાદમાં મેં આ યોજનામાં અરજી કરી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓમાં અમારો સમાવેશ થયો. જેના કારણે મને રૃપિયા ૧ લાખ ર૦ હજારની સહાય મળી. માત્ર એટલું જ નહિં, આ સિવાય મનરેગા યોજના હેઠળ અન્ય રૃા.  ર૦ હજારની સહાય મળી.

દેવશીભાઈએ જણાવ્યું કે, મને આ સહાય મળતા અમે પાકું મકાન બનાવી શક્યા અને હવે અમારે કાચા મકાનમાં રહેવું નહીં પડે. આ માટે સરકારનો આભાર વ્યક્ત કરૃ છું કે છેવાડાના માનવીના સ્વપ્ન પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે.

તમામ લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ર૦૧પ માં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) જાહેર કરવામાં આવીહતી. તેવી જ રીતે ગ્રામ્ય વિસ્તારના લોકોનું પણ પોતાનું પાકું મકાન હોય તે ઉદ્દેશ્ય સાથે વર્ષ ર૦૧૬ માં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અમલમાં મૂકવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણમાં દેશના અને રાજ્યોની સરખામણીમાં ગુજરાત રાજ્ય અગ્રેસર રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત રર૦૯ આવાસ બનાવવામાં આવ્યા છે.

સંકલનઃ વૈશાલી રાવલિયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh